________________
દૈવસિક પ્રતિક્રમણનો વિધિ ૭ ૫૯૭
દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારમાં લાગેલા અતિચારોનું ચિંતન કરી તે અતિચારો યાદ રાખવાના છે. આ ગાથાઓ ન આવડતી હોય તેણે આઠ નમસ્કારનો કાઉસ્સગ્ગ કરવો. આ કાઉસ્સગ્ગ પારીને ‘લોગસ્સ’ સૂત્ર પ્રકટ રીતે બોલવું.
(૬) ત્રીજું આવશ્યક (ગુરુ-વંદન)
પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહવી અને દ્વાદશાવર્ત્ત-વંદન કરવું. તેમાં બીજી વાર સૂત્ર બોલીને અવગ્રહ બહાર નીકળવું નહિ.
(૭) ચોથું આવશ્યક (પ્રતિક્રમણ)
પછી ‘ઇચ્છા. દેસિઅં આલોઉં,' કહી દૈસિક અતિચારોની આલોચના કરવાની અનુજ્ઞા માગવી. ગુરુ કહે, ‘આલોએહ' એટલે ‘ઇચ્છું’ કહી ‘અઈઆરાલોઅણ-સુત્ત'નો પાઠ બોલવો.
પછી ‘સાત લાખ' અને ‘અઢાર પાપસ્થાનક'ના પાઠો બોલવા.
પછી ‘સવ્વસવિ દેવસિંઅ દુચ્ચિતિઞ, દુખ્માસિઅ, દુચ્ચિદ્વિઅ ઇચ્છા.' કહેવું અને ( ગુરુ કહે ‘પડિક્કમેહ’ એટલે બોલવું કે ) ‘ઇચ્છે, તસ મિચ્છા મિ દુક્કડં.' પછી વીરાસને બેસવું અને ન આવડે તો જમણો ઢીંચણ ઊંચો રાખવો. પછી એક નમસ્કાર. ‘કરેમિ ભંતે સૂત્ર' તથા ‘અઇઆરાલોઅણ-સુત્ત’ના પાઠ-પૂર્વક ‘સાવગ-પડિક્કમણ-સુત્ત’ (‘વંદિત્તુ’ સૂત્ર) બોલવું. તેમાં ‘તસ્સ ધમ્મસ કેવલિપન્નત્તસ્સ અબ્બુદ્ઘિઓ મિ' એ પદ બોલતાં ઊભા થવું અને અવગ્રહની બહાર જઈને સૂત્ર પૂરું કરવું.
પછી દ્વાદશાવર્ત્ત-વંદન કરવું. તેમાં બીજાં વંદન વખતે અવગ્રહમાં ઊભા હોઈએ, ત્યાં ‘ઇચ્છા. અબ્બુઢિઓ મિ અભિતર દેવસિઅં ખામેઉં ?’ કહી ગુરુને ખમાવવાની આજ્ઞા માગવી. ગુરુ કહે ‘ખમેહ' એટલે ‘ઇચ્છું' કહી ‘ખામેમિ દેવસિઅં...' કહીને જમણો હાથ ચરવળા ઉપર સ્થાપી જંકિંચિ અપત્તિઅં' વગેરે પાઠ બોલી ગુરુને ખમાવવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org