Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૯૮૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પછી અવગ્રહ બહાર નીકળીને દ્વાદશાવર્ત-વંદન કરવું અને બીજી વારનો પાઠ પૂરો થાય ત્યારે ત્યાં જ ઊભા રહીને “આયરિય-ઉવજઝાએ” સૂત્ર બોલવું અને અવગ્રહની બહાર નીકળવું.
(૮) પાંચમું આવશ્યક (કાયોત્સર્ગ) પછી “કરેમિ ભંતે સૂત્ર” “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે દેવસિઓ.” તસ્સ ઉત્તરી' સૂત્ર તથા “અન્નત્થ” સૂત્ર બોલી, બે “લોગસ્સ (ચંદેસુ નિમ્મલ યરા સુધી)” નો અથવા આઠ નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો.
પછી કાઉસ્સગ્ન પારીને “લોગસ્સ” તથા “સવલોએ અરિહંતચેઈઆણં'ના પાઠો બોલવા અને એક લોગસ્સ (ચંદેસુ નિમ્મલયરા સુધીનો) અથવા ચાર નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો.
પછી એ કાઉસ્સગ્ન પારીને “પુષ્પર-વરદીવઢે' સૂત્ર બોલી “સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ન વંદણ. કહી, એક લોગસ્સ ચંદેસુ-
નિલયરા સુધીનો અથવા ચાર નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો.
આ કાઉસ્સગ્ગ પારીને “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલવું. પછી સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ” તથા “તસ્સ ઉત્તરી” સૂત્ર બોલીને એક નમસ્કારનો કાયોત્સર્ગ કરવો અને તે પારીને “નમોડહતુ.” કહી પુરુષે “સુયદેવયાની થોય (સ્તુતિ) બોલવી અને સ્ત્રીએ “કમલદલ.” સ્તુતિ બોલવી.
પછી “ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ” તથા “કાઉસ્સગ્ન-સુત્ત કહી, એક નમસ્કારનો કાઉસ્સગ્ન કરી પારી, “નમોડર્ણ.” કહી, પુરુષે “જીસે ખિત્તે સાહૂની થોય બોલવી અને સ્ત્રીએ “યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય'ની થાય બોલવી.
(૯) છઠું આવશ્યક (પ્રત્યાખ્યાન) પછી એક નવકાર ગણી, બેસીને મુહપત્તી પડિલેહવી, તથા દ્વાદશાવર્ત-વંદન કરવું અને અવગ્રહમાં ઊભા ઊભા જ “સામાયિક, ચઉવીસFઓ, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ કર્યું છે,' એમ બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org