________________
(૩)
દૈવસિક પ્રતિક્રમણનો વિધિ
(૧) સામાયિક
પ્રથમ સામાયિક વિધિ પ્રમાણે લેવું.
(૨) દિવસ-ચરિમ-પ્રત્યાખ્યાન
પછી પાણી વાપર્યું હોય તો ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. મુહપત્તી ડિલેહું ?' એમ કહી મુહપત્તી પડિલેહવાની આજ્ઞા માગવી અને આજ્ઞા મળ્યેથી ‘ઇચ્છ’ કહી મુહપત્તીની પડિલેહણા કરવી.
જો આહાર વાપર્યો હોય તો મુહપત્તીનું પડિલેહણ કર્યા પછી બે વાર ‘સુગુરુ-વંદણ સુત્ત’ બોલીને દ્વાદશાવર્ત વંદન કરવું. બીજી વાર સૂત્ર બોલતાં ‘આવર્સિયાએ’ એ પદ કહેવું નહિ.
પછી અવગ્રહમાં જ ઊભા રહીને ‘ઇચ્છાકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશો જી' એમ કહેવું. એટલે તે સમયે ગુરુ હોય તો તે અગર વડીલ ક્રિયામાં હોય તો તે ‘દિવસ-રિમં'નો પાઠ બોલી પચ્ચક્ખાણ કરાવે.
જો તેવો યોગ ન હોય તો પોતે જ દિવસ-ચરિમંનો પાઠ બોલી યથાશક્તિ પચ્ચક્રૃખાણ કરે અને અવગ્રહની બહાર નીકળે. (૩) ચૈત્યવંદનાદિ
પછી ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. ચૈત્ય વંદન કરું, એમ કહી ગુરુ આગળ ચૈત્યવંદન કરવાની આજ્ઞા માગવી. ગુરુ કહે ‘કરેહ' એટલે ‘ઇચ્છું’ કહી વડીલે અથવા પોતે પૂર્વાચાર્યે-૨ચેલ ભાવવાહી ચૈત્ય-વંદન કરવું.
Jain Education International
યોગમુદ્રાએ બોલવું. પછી ‘જં કિંચિ’ સૂત્ર તથા ‘નમોત્થણં’ સૂત્રના પાઠો અનુક્રમે બોલી ઊભા થઈને ‘અરિહંતચેઈઆણં' સૂત્ર તથા ‘અન્નત્થ’ સૂત્રના પાઠો બોલવા પછી એક નમસ્કારનો કાઉસ્સગ્ગ કરવો અને તેને
For Private & Personal Use Only
www.jainelibrary.org