Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તેનો વિધિ નીચે પ્રમાણે છે :
શ્રાવક પૌષધવ્રત-આદિ ધર્મક્રિયાઓ ગુરુ-આજ્ઞાપૂર્વક કર્યા પછી પ્રતિલેખન (પડિલેહણ) વિધિ કરવા માટે.
૧. ખમા. પ્રણિ. કરીને ઈચ્છા. સંદિ. ભગ. ઈરિયા. પડિક્કમવાપૂર્વક. પછી ખમા. પ્રણિ. કરીને.
૨. ઇચ્છા. સંદિ. ભગ. પડિલેહણ કરેમિ ? (કરું?) એમ આદેશ માગી, ને શ્રાવક ૧. મુહપત્તિ, ૨. ચરવળો, ૩. કટાસણું (આસન) અને ૪. ધોતિયું, ૫. કંદોરો તે પાંચ ઉપકરણોનો પડિલેહણ કરીને પછી.
૩. ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. સંદિ. ભગ. ઈરિયા. પડિક્કમીને ખમા. પ્રણિ. કરીને “ઈચ્છકારી ભગવત્ પસાય કરી પડિલેહણા પડિલેહાવો ! એમ બોલે (ત્યારે ગુરુ કહે-પડિલેહેહ) “ઇચ્છે' કહીને “સ્થાપનાચાર્યનું પડિલેહણ નીચે દર્શાવેલ તેર બોલ બોલીને વિધિસર પડિલેહણ કરે.
શ્રી સ્થાપનાચાર્યની પડિલેહણના તેર બોલ. ૧. શુદ્ધસ્વરૂપના ધારક ૨. જ્ઞાનમયી ૩. દર્શનમયી ૪. ચારિત્રમયી
૫. શુદ્ધશ્રાદ્ધમયી ૬. શુદ્ધપ્રરૂપણામયી ૭. શુદ્ધસ્પર્શનામયી ૮, પંચાચાર પાલે ૯. પંચાચાર પલાવે ૧૦. પંચાચાર અનુમોદે ૧૧. મનોગુપ્તિસહિત ૧૨. વચનગુપ્તિસહિત ૧૩. કાયગુપ્તિસહિત.
-એ રીતે બોલ બોલીને શ્રી સ્થાપનાચાર્યની પડિલેહણા કરવી. પછી સ્થાપનાચાર્યજીની બાકીની મુહપત્તિ વગેરેની પચીસ, પચીસ બોલોથી પડિલેહણા કરવી. અને સ્થાપનાચાર્યજીને ઠવણી ઉપર પધરાવવા. અને સ્થાપના ઈવરિક હોય તો પુનઃ સ્થાપીને પછી ખમ. પ્રણિ. કરીને ઉપધિ મુહપત્તિ-આદિ આદેશો વિધિપૂર્વક માગવા. * શ્રી ભદ્રબાહુસ્વામીએ નવમા પૂર્વમાંથી ઉદ્ધરીને “સ્થાપનાકલ્પ' કહેલ છે. તેમાં
દક્ષિણાવર્તાદિક તેના (અક્ષ-વરાટકના) લક્ષણ તથા ફળ પ્રમુખ સારી રીતે વર્ણવેલ છે. + ૧. “ઈવર' એટલે અલ્પ કાળની સ્થાપના કહેવાય છે.
૨. “યાવત્ કથિત” એટલે ગુરુપ્રતિમા કે અક્ષ-આદિની સ્થાપના યથાવિધિ સૂરિમંત્રાદિક વડે તેની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org