Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રત્યાખ્યાનનો પરમાર્થ૦૫૮૯ (૧૩) પ્રત્યાખ્યાનનું પાલન
પ્રત્યાખ્યાન નાનું હોય કે મોટું, પણ તે લીધા પછી યથાર્થપણે પાળવું જોઈએ. તેમ કરવાથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે, ચારિત્રગુણની ધારણા થાય છે, આમ્રવનો નિરોધ થાય છે, તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે અને અતુલ ઉપશમગુણની પ્રાપ્તિ થાય છે, ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું” એ સિદ્ધાંત પ્રત્યાખ્યાનની બાબતમાં બરાબર લાગુ કરવો ઘટે છે. પ્રત્યાખ્યાન લઈને ભાંગનારા મહાદોષના ભાગી થાય છે અને તેમનાં ભવભ્રમણનો અંત આવતો નથી.
સુજ્ઞજનો પ્રત્યાખ્યાનનો પરમાર્થ સમજી તેમાં ઉત્સાહવંત થાય અને આત્મ-હિતની સાધના કરે-એ જ અભ્યર્થના. ઈતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org