________________
વધારે.
પ્રત્યાખ્યાનનો પરમાર્થ ૦૫૮૭
ચાર કોટિ-પ્રત્યાખ્યાન ઃ કાયાથી કરાવવું નહિ, એ એક કોટિ ઉપરમાં
પાંચ કોટિ-પ્રત્યાખ્યાન ઃ વચનથી કરાવવું નહિ, એ એક કોટિ ઉપરમાં વધારે
છ કોટિ-પ્રત્યાખ્યાન : મનથી કરાવવું નહિ, એ એક કોટિ ઉપરમાં
વધારે.
સાત કોટિ-પ્રત્યાખ્યાન ઃ કાયાથી અનુમોદવું નહિ, એ એક કોટિ ઉપરમાં વધારે.
આઠ કોટિ-પ્રત્યાખ્યાન : વચનથી અનુમોદવું નહિ, એ એક કોટિ ઉપરમાં વધારે.
નવ કોટિ-પ્રત્યાખ્યાન : મનથી અનુમોદવું નહિ, એ એક કોટિ ઉ૫૨માં વધારે.
એટલે નવકોટિ-પ્રત્યાખ્યાન કરનાર મન, વચન અને કાયાથી કરે નહિ, કરાવે નહિ કે કરતાને સારું જાણે નહિ. (૧૨) પ્રત્યાખ્યાનના ઓગણપચાસ ભાંગા.
મન, વચન અને કાયા એ ત્રણ યોગ કહેવાય છે, અને કરવું નહિ, કરાવવું નહિ તથા અનુમોદવું નહિ એ ત્રણ કરણ કહેવાય છે. આ કરણ અને યોગના સંયોજનથી પ્રત્યાખ્યાનના કુલ ૪૯ ભાંગા બને છે. તે આ પ્રમાણે : એક કરણ એક યોગે નવ ભાંગા : (૧) મનથી કરું નહિ (૨) વચનથી કરું નહિ. (૩) કાયાથી કરું નહિ. (૪) મનથી કરાવું નહિ (૫) વચનથી કરાવું નિહ. (૬) કાયાથી કરાવું નહિ. (૭) મનથી અનુમોદું નહિ. (૮) વચનથી અનુમોદું નહિ. (૯) કાયાથી અનુમોદું નહિ.
એક કરણ બે યોગે નવ ભાંગા : (૧) મન-વચનથી કરું નહિ. (૨) મન-કાયાથી કરું નિહ. (૩) વચન-કાયાથી કરું નહિ. (૪) મન-વચનથી કરાવું નહિ (૫) મન-કાયાથી કરાવું નહિ. (૬) વચન-કાયાથી કરાવું નહિ. (૭) મન-વચનથી અનુમોદું નહિ. (૮) મન-કાયાથી અનુમોદું નહિ. (૯) વચન-કાયાથી અનુમોદું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org