Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
બરાબર પાલન થાય એટલે એગાસણ, એગલઠાણ અને આયંબિલ કરે તથા બની શકે તેટલો વિકૃતિનો ત્યાગ કરે. પછી તેઓ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ તથા તેથી ભારે તપશ્ચર્યાઓ પણ સરળતાથી કરી શકશે. જે જીવોએ આવાં પ્રત્યાખ્યાનો દ્વારા આત્મ-બળ કેળવ્યું છે, તેઓ અઠ્ઠાઈઓ (આઠ ઉપવાસ), સોળ ઉપવાસ, માસ-ક્ષમણ (ત્રીસ ઉપવાસ) તથા બે, ત્રણ ચાર, પાંચ અને છ માસના ઉપવાસ પણ સુખપૂર્વક કરી શકે છે. (૧૦) છ સિદ્ધાંતો
ભાવ-પ્રત્યાખ્યાનની ભવ્યતા બરાબર જળવાઈ રહે તે માટે શાસ્ત્રકારોએ છ સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે, તે બરાબર લક્ષ્યમાં રાખવા જેવી છે. સ્પર્શના એટલે ઉચિત કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરવું. પાલના એટલે પ્રત્યાખ્યાનનો હેતુ ખ્યાલમાં રાખી તે પ્રમાણે વર્તવું. શોભના એટલે પ્રત્યાખ્યાન પારતાં પહેલાં અતિથિને દાન દેવું. તીરણા એટલે પ્રત્યાખ્યાનનો સમય પૂરો થવા છતાં પૈર્ય રાખીને થોડો અધિક સમય જવા દેવો. મતલબ કે પ્રત્યાખ્યાન કરનારે પારણાં માટે ઉતાવળ કરવી નહિ કે “હવે કેટલી વાર છે?”, “ક્યારે થશે ? વગેરે ચિંતન કરવું નહિ, શબ્દ-પ્રયોગો કરવા નહિ કે કાય-ચેષ્ટા કરવી નહિ. આ પ્રસંગે વૈર્ય રાખવું, શાંતિ રાખવી અને બને ત્યાં સુધી બીજાને અડચણ કે ઉપાધિ ન થાય તે રીતે પારણું કરવું. કીર્તના એટલે પ્રત્યાખ્યાન પૂરું થયું તેનું ઉત્સાહ-પૂર્વક સ્મરણ કરવું, નહિ કે તેને ઉગ્ર યા આકરું માની તેમાંથી મુક્ત થયાનો સંતોષ માનવો. કીર્તનાને લીધે પ્રત્યાખ્યાન ફરી ફરીને કરવાનું મન થાય છે અને એ રીતે તેનો અભ્યાસ વધે છે. આરાધના એટલે પ્રત્યાખ્યાન કર્મ-ક્ષયનો હેતુ લક્ષ્યમાં રાખીને જ કરવું. (૧૧) પ્રત્યાખ્યાનની નવ કોટિ
પ્રત્યાખ્યાન એક કોટિથી માંડીને નવ કોટિ સુધી આ રીતે લેવાય છે : એક કોટિ-પ્રત્યાખ્યાન : કાયાથી કરવું નહિ. બે કોટિ-પ્રત્યાખ્યાન ઃ વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ.
ત્રણ કોટિ-પ્રત્યાખ્યાન : મનથી કરવું નહિ, વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org