________________
પ્રત્યાખ્યાનનો પરમાર્થ ૦ ૫૭૯
આશા રાખે છે. તે જ રીતે હજા૨-બે હજારવાળો પાંચ-પચીસ હજાર મેળવવાનો મનસૂબો ઘડે છે અને પાંચ-પચીસ હજારવાળો લખપતિ થવાને મથે છે. વળી લખતિ હોય તો અબજોપતિ થવાની કે એક મોટા રાજ્યનો માલિક થવાની મહેચ્છા સેવે છે. તૃષ્ણાનો આ તાર રાજાઓમાં પણ તેવા જ સ્વરૂપે દર્શન દે છે. સામાન્ય રાજ્યનો માલિક હોય તે મહારાજા થવા ઇચ્છે છે અને મહારાજા હોય તે મહારાજાધિરાજ થવા મથે છે. વળી તે મહારાજાધિરાજ વાસુદેવની સંપત્તિ ઇચ્છે છે અને વાસુદેવ ચક્રવર્તીની ઋદ્ધિને વાંછે છે. આ ચક્રવર્તીઓ પણ તૃષ્ણાની નાગચૂડમાંથી મુક્ત હોતા નથી. તેઓ દેવલોકનું સુખ ઇચ્છે છે, ને પોતાની ઋદ્ધિ-સિદ્ધિથી દેવોને પણ પરાસ્ત કરવા ઇચ્છે છે. જો કોઈ કારણથી તેમને દેવ જેવી ઋદ્ધિ મળી જાય, તો તેમની તૃષ્ણા ઇંદ્રના અધિકાર સુધી લંબાય છે. આમ તૃષ્ણા આકાશ જેવી અનંત હોવાથી, તેનો કોઈ છેડો જ નથી. તેથી જ શ્રીઉત્તરાધ્યયનસૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે
‘નહા લાહો તા તોદ્દો, તાહા તોદ્દો પવૐ । વોમાસ-યં , જોડીઘુ વિ ન નિષ્ક્રિય ॥'
જેમ લાભ થતો જાય તેમ લોભ વધતો જાય. લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી ક૨વા ધારેલું કામ ક્રોડોથી પણ પૂરું ન થયું.' તાત્પર્ય કે કપિલ બ્રાહ્મણ બે માસા સુવર્ણ લેવાની ઇચ્છાથી રાજા પાસે ગયો હતો, પણ તેને ઇચ્છા પ્રમાણે માગી લેવાનું કહેતાં તેનો લોભ વધતો જ ગયો અને તેનું આખું રાજ્ય માગી લેવા સુધી પહોંચ્યો. જો કે તેને છેવટે સન્મતિ સૂઝી અને તૃષ્ણાનો તાર તૂટતાં મૂળ સ્થાને આવી ગયો-તથા ‘સંતોષ જેવું સુખ નથી' એવી માન્યતામાં દૃઢ થઈ શાશ્વત-સુખને પામ્યો. તૃષ્ણા કેવી ઠગારી છે, તેનું આ દૃષ્ટાંત છે. (૫) કુશળ ક્રિયાની આવશ્યકતા
આ પ્રકારની અનંત તૃષ્ણાનો તાર વિચારમાત્રથી તૂટતો નથી. કહ્યું
છે કે—
"सक्किरिया - विरहाओ, न इच्छिय संपावयंति नाणं ति । માળ વાઘેટ્ટો વાય-વિહીળોહવા પોઓ || ૪૪ ||’'
Jain Education International
For Private & Personal Use Only
વિશેષાવશ્યક ભાષ્ય www.jainelibrary.org