________________
૫૭૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(૪) તૃષ્ણાનો તાર તૂટવાની જરૂર
“આત્માને સંયમમાં કેમ લાવવો ?' એ એક કૂટ પ્રશ્ન છે, કારણ કે તેની તૃષ્ણા અનંત છે અને તેને પૂરી કરવા માટે તે માર્યો માર્યો ફરે છે. ભિખારી હોય તે રૂપિયા-બે રૂપિયાની આશા રાખે છે; રૂપિયા-બે રૂપિયાવાળો પાંચ-પચીસની આશા રાખે છે; અને પાંચ-પચીસવાળો હજાર-બે હજારની
આ રીતે બેત્રણ વાર કરી જોતાં જ્યારે તે શિયાળો પોતાના દુખ ઇરાદામાં સફળ થયા નહિ, ત્યારે થોડે દૂર એકાંતમાં જઈને રહ્યા અને પેલા કાચબાઓને એકીટશે જોવા લાગ્યાં.
અહીં બે કાચબાઓમાંથી એક કાચબાએ વિચાર કર્યો કે શિયાળોને ગયે ઘણો વખત થયો છે ને તે દૂર ચાલ્યાં ગયાં છે, એટલે તેણે ધીમેથી પોતાનો એક પગ બહાર કાઢ્યો. આ જોઈને પેલાં શિયાળો અત્યંત વેગથી તેની સમીપે આવ્યાં અને તેના પગને કરડી ખાધો. આવી રીતે તે કાચબાએ બાકીના ત્રણ પગો ક્રમશ: બહાર કાઢ્યા અને તે ત્રણે પગો પેલાં શિયાળોએ કરડી ખાધા. પછી તેણે ડોક બહાર કાઢી તો તેની પણ એ જ વલે કરી અને તેને જીવન-રહિત બનાવી દીધો.
પછી તે પાપી શિયાળો બીજો કાચબો પડ્યો હતો, ત્યાં આવ્યાં અને તેને નખથી ચીરવાનો તથા દાંતથી ફાડવાનો પ્રયત્ન કરવા લાગ્યાં, પણ તેમાં તેમને સફળતા મળી નહિ; કારણ કે તે કાચબો પોતાનાં પાંચ અંગોને બરાબર સંકોચીને પોતાના કઠિન કોચલામાં પડી રહ્યો હતો.
પાપી શિયાળોએ આ પ્રમાણે વારંવાર કરી જોયું, પણ તે સઘળું નિરર્થક નીવડ્યું, એટલે તેઓ થાકીને તેમ જ કંટાળીને જે દિશામાંથી આવ્યાં હતાં, તે જ દિશામાં પાછાં ચાલ્યાં ગયાં.
હવે કાચબાએ જોયું કે પાપી શિયાળોને ગયે ઘણી વાર થઈ છે, એટલે તેણે પ્રથમ પોતાની ડોક બહાર કાઢી ને ચારે તરફ નજર નાખી અને કોઈ પણ પ્રકારનો ભય નથી તેની ખાતરી કરી લીધી, પછી તેણે પોતાના ચારે પગો એકસામટા બહાર કાઢ્યા અને મયંગતીર ધરા તરફ દોટ મૂકીને તેનાં જળમાં પ્રવેશ કર્યો અને પોતાના મિત્ર, સ્વજન, સંબંધી તથા પરિવારની સાથે રહીને સુખી થયો.
તાત્પર્ય કે જે મુમુક્ષુઓ પાંચે ઇંદ્રિયોને વશ ન રાખતાં અસંયમી બને છે, તે પહેલા કાચબાની જેમ આત્માર્થથી પતિત થઈને ઈહલોક તથા પરલોકનાં હિતથી ભ્રષ્ટ થાય છે; અને જે મુમુક્ષુઓ બીજા કાચબાની જેમ પોતાની પાંચે ઈન્દ્રિયોને વશમાં રાખી સંયમી બને છે, તે આત્માર્થને સાધી ઈહલોક તથા પરલોકમાં સુખી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org