Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રત્યાખ્યાનનો પરમાર્થ ૭ ૫૭૭
સુધારવા જેટલી લાગણી (હિંમત) અને નિખાલસતા કેળવે નહિ, ત્યાં સુધી ધ્યાન કે સંયમની યથાવિધ આરાધના થઈ શકતી નથી. કાયોત્સર્ગનું મુખ્ય પ્રયોજન ધ્યાન છે અને ધ્યાનથી ચિત્તનો વિક્ષેપ દૂર કર્યા વિના શુદ્ધ સંયમનું પાલન થઈ શકતું નથી. તે જ રીતે પ્રત્યાખ્યાનનું મુખ્ય પ્રયોજન સંયમગુણની ધારણા છે અને તે જ ઉત્તમ પ્રકારનું ચારિત્ર નિર્માણ કરી આત્માને મુક્તિ, મોક્ષ, શિવ-સુખ, પરમાનંદ કે પરમપદ સુધી લઈ જાય છે.’
(૩) સંયમગુણની ધારણા શા માટે ?
‘સંયમગુણની ધારણા શા માટે કરવી ?' તેનો ઉત્તર શાસ્ત્રકાર મહર્ષિઓએ જ્ઞાતધર્મકથામાં બે કાચબાઓનાં દૃષ્ટાંત વડે આપ્યો છે.*
વારાણસી નગરીની સમીપે ગંગા નદીની ગોદમાં મયંગતીર નામે એક ઊંડો ધરો હતો. આ ધરો શીતલ અને નિર્મલ જલથી ભરેલો હતો તથા અનેક પ્રકારનાં પત્રો, પુષ્પો અને પલાશથી છવાયેલો હતો. વિવિધ પ્રકારનાં કમલો અને કુમુદો તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં હતાં. આ ધરામાં જુદી જુદી જાતનાં મત્સ્યો, કાચબા, ગ્રાહ, મગર અને સુંસુમાર વગેરે પ્રાણીઓ વસતાં હતાં અને નિર્ભયતાથી સુખ-પૂર્વક ક્રીડા કરતાં હતાં. આ ધરાથી થોડે દૂર એક જંગલ હતું, જેમાં બે શિયાળો વસતાં હતાં. તે ઘણાં ચંડ, ક્રોધી, રૌદ્ર, ક્રૂર, સાહસિક અને માંસલોલુપી હતાં. તેઓ દિવસના ભાગમાં ત્યાં છુપાઈ રહેતાં અને સાંજ પડે કે આહારની શોધમાં નીકળી પડતાં.
એક દિવસ સંધ્યાની વેળા વીતી ગયા પછી અને મનુષ્યોની અવરજવર બંધ પડી ગયા પછી મયંગતીર ધરામાંથી બે કાચબાઓ નીકળ્યા અને આહારની શોધમાં તેના કિનારે ભટકવા લાગ્યા. તે જ સમયે પેલાં બે શિયાળો પણ આહારની શોધમાં નીકળ્યાં અને મયંગતીર ધરાને કિનારે આવી પહોંચ્યાં, ત્યાં તેમણે પેલા બે કાચબાઓને જોયા એટલે તેમનો શિકાર કરવાના ઇરાદાથી તેઓ ધીમે ધીમે તેમની નજીક આવવા લાગ્યા.
પેલા કાચબાઓએ એ પાપી શિયાળોને પોતાના તરફ આવતા જોયા એટલે મૃત્યુથી ભયભીત થઈને પોતાના ચાર પગ અને એક ડોક એમ પાંચે અંગોને પોતાનાં શરીરમાં છુપાવી દીધાં અને કંઈ પણ હલન-ચલન કર્યા વિના નિશ્ચેષ્ટ થઈને ગુપચુપ પડી રહ્યા. એવામાં પેલાં બે પાપી શિયાળો તે કાચબાઓની પાસે > ાવી પહોંચ્યાં અને તેમને ચારે બાજુથી જોવા લાગ્યાં. પછી તેમને હલાવવા-ચલાવવા માટે સ્પર્શ કરવા લાગ્યાં, ખેંચવા લાગ્યાં, નખો મારવા લાગ્યાં અને દાંતોથી કરડવા લાગ્યાં. પણ કાચબાઓની પીઠ અતિ કઠણ હોવાથી તેમને કંઈ પણ ઈજા પહોંચાડી શક્યાં નહિ.
પ્ર.-૩-૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org