________________
કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગ ૫૭૩
થનારને પહેલું ધ્યાન, વિતર્ક અને વિચારો શાંત ક૨ના૨ને બીજું ધ્યાન, પ્રીતિ રહિત થનારને ત્રીજું ધ્યાન અને સુખ-દુ:ખનો પરિત્યાગ કરનારને ચતુર્થ ધ્યાન પ્રાપ્ત થાય છે, એમ માનેલું છે. આ ચતુર્થ ધ્યાન પ્રાપ્ત થયા પછી પણ આગળ વધવાનું હોય છે અને ક્રમશઃ આકાશાનન્યાયતન, વિજ્ઞાનાનન્ત્યાયતન, આર્કિચન્યાયતન અને નૈવસંજ્ઞાન્તાસંજ્ઞાયતન સુધી પહોંચવાનું હોય છે. આ અવસ્થાને પ્રાપ્ત કરનાર સમ્યગ્ નિર્વાણ પામે છે.
મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા કરનાર ધ્યાનની સિદ્ધિ કરી શકે છે અને આ ધ્યાનની સિદ્ધિ થતાં ક્રમશઃ સમાધિનો અનુભવ થાય છે. તેમણે અષ્ટાંગ-યોગનાં છેલ્લાં ત્રણ અંગોને એટલે ધારણા, ધ્યાન અને સમાધિને સંયમની સંજ્ઞા આપી છે, અને ‘તખ્યાત્ પ્રજ્ઞાતોઃ ।' તેના જયથી જ્ઞાનનો પ્રકાશ થાય છે તેમ જણાવ્યું છે. યોગવાસિષ્ઠ યોગકૌસ્તુભ વગેરે ગ્રંથોમાં પણ ધ્યાનનું વિશદ વર્ણન કરેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org