Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૭૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
શુક્લધ્યાન પણ ચાર પ્રકારનું છે : (૧) પૃથક્વ-વિતર્ક સવિચાર, (૨) અપૃથક્વ-વિતર્ક-અવિચાર, (૩) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને, (૪) ઉચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ. તેમાં દ્રવ્યનાં અર્થ, વ્યંજન અને યોગનાં સંક્રમણપૂર્વક પૂર્વગત શ્રુતાનુસાર ચિંતન કરવું; તે પૃથક્વ-વિતર્ક-વિચાર' નામનું શુક્લધ્યાન કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે ધ્યાનમાં શાસ્ત્રોમાં વર્ણવેલાં દ્રવ્યનાં ચિંતન પરથી શબ્દનાં ચિતન પર અને શબ્દનાં ચિંતન પરથી કાયાદિ યોગનાં ચિતન પર અવાય છે તે પૃથક્વ વિતર્ક-સવિચાર નામનો શુક્લધ્યાનનો પહેલો પ્રકાર છે. અહીં વિતર્કનો અર્થ શ્રત છે. અર્થ, વ્યંજન તથા યોગાંતરોમાં સંક્રમણ કર્યા વિના દ્રવ્યના એક જ પર્યાયનું ચિંતન કરવું, તે “અપૃથક્વ-વિતર્ક-અવિચાર' નામનું શુક્લધ્યાન કહેવાય છે. આ ધ્યાનબળે આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે કે જેના વડે તે સમસ્ત લોકના સર્વ પદાર્થોના સર્વ પર્યાયોને બરાબર જાણી શકે છે. મોક્ષ-ગમનના અવસરે કેવલી ભગવંતો મન, વચન અને કાયાના બાદર યોગોને રોકે છે તે “સૂક્ષ્મ-ક્રિયાઅપ્રતિપાતિ' નામનું શક્લધ્યાન કહેવાય છે અને શૈલેશી અવસ્થામાં રહેલા કેવલી ભગવંતોનું ત્રણ યોગથી રહિત, પહાડની માફક અકંપનીય અને મ, રૂ, ૩, ઋ અને ઝું એ પાંચ હ્રસ્વ સ્વરો બોલતાં જેટલો સમય લાગે તેટલા કાલ સુધીનું જે ધ્યાન, તે “ઉચ્છિન્નક્રિયા અનિવૃત્તિ” નામનું શુક્લધ્યાન કહેવાય છે. છેલ્લાં બે ધ્યાનોમાં મન હોતું નથી, પણ અંગની નિશ્ચલતા હોય છે અને તેને જ ઉપચારથી કે શબ્દાર્થની બહુલતાથી ધ્યાન કહેવામાં આવે છે.
(૧૩) ઉપસંહાર
આમ કાયોત્સર્ગ કે ધ્યાન-માર્ગ આત્માને કેવલજ્ઞાનપર્યત કે પરમાનંદની પ્રાપ્તિ-પર્યત લઈ જાય છે અને તેથી જ મહર્ષિઓએ તેનું આલંબન લીધું છે. મહાત્મા દઢપ્રહારી ચિલાતીપુત્ર, ગજસુકુમાલ, અવંતિસુકુમાલ વગેરે તેનાં મનનીય ઉદાહરણો છે. સુજ્ઞજનો આ અપૂર્વ ક્રિયાનું યથાવિધ આરાધન કરે એ જ અભ્યર્થના.
* બૌદ્ધ સંપ્રદાયમાં ચાર પ્રકારનાં ધ્યાનો વણવેલાં છે : તેમાં પાંચ કામ-ગુણથી રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org