Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૭૦ ૯૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ બંને જાતનાં મન હોય છે અને તેમનો વિષય વિકલ્પને ગ્રહણ કરવાનો છે.'
વિક્ષિપ્ત મન અનેક જાતના વિક્ષેપોને લીધે જરા પણ સ્થિર થતું નથી, ત્યારે યાતાયાત મન થોડી વાર સ્થિરતા અનુભવે છે અને પાછી તે સ્થિરતા ચાલી જાય છે. જ્યાં સુધી તે સ્થિર રહે છે, ત્યાં સુધી આનંદનો અનુભવ થાય છે. એટલે તેને કંઈક આનંદવાળું કહ્યું છે.
श्लिष्टं स्थिररसानन्दं सुलीनमतिनिश्चलं परानन्दम् । तन्मात्रकविषयग्रहमुभयमपि बुधैस्तदाम्नातम् ॥ ४ ॥'
શ્ર્લિષ્ટ નામની ત્રીજી અવસ્થા સ્થિરતા અને આનંદવાળી છે, તથા સુલીન નામની ચોથી અવસ્થા નિશ્ચલ અને ૫૨માનંદવાળી છે. આ બે અવસ્થાઓને ગ્રહણનો વિષય તન્માત્રતા છે-એમ જ્ઞાનીઓએ કહ્યું છે.’
ક્લિષ્ટાવસ્થામાં સ્થિરતા વિશેષ હોય છે અને અસ્થિરતા થોડી હોય છે, તેથી તેમાં વિશેષ આનંદ આવે છે અને ચોથી સુલીન અવસ્થામાં મનની બધી વૃત્તિઓ લય પામી જાય છે, એટલે નિશ્ચલતા પ્રાપ્ત થાય છે, અને તેના લીધે પરમાનંદનો અનુભવ થાય છે.
(૧૧) ધ્યાનનો કાલ
એક વસ્તુ અંગેના અધ્યવસાયો ક્યાં સુધી સ્થિર રહે છે ? અથવા ધ્યાનનો કાલ શું ? તેનો ઉત્તર છે કે
‘અંતોમુત્તમેત્ત, ચિત્તાવસ્થાળમેળવંત્યુંમિ ।
छउमत्थाणं झाणं, जोग - निरोहो जिणाणं तुं ॥'
‘એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી મનને સ્થિર કરી રાખવું તે છદ્મસ્થોનું ધ્યાન છે અને યોગનો નિરોધ કરવો, તે જિનોનું ધ્યાન છે.'
કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માએ જ્યાં સુધી કેવલ્યાવસ્થાની પ્રાપ્તિ કરી નથી, ત્યાં સુધી એટલે કે છદ્મસ્થાવસ્થામાં એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી મન સ્થિર થાય તેને ધ્યાન કહે છે. જે જિનો છે, એટલે કે કૈવલ્યાવસ્થાને પામેલા છે, તેમનાં ભાવમનનો નાશ થયેલો હોવાથી તેમને મન-સંબંધી ધ્યાન નથી, પણ યોગના નિરોધરૂપ ધ્યાન હોય છે.
Jain Education International
* For Private & Personal Use Only
www.jainelibrary.org