Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આ વાત ધ્યાનના વિષયમાં વધારે સ્પષ્ટ કરવામાં આવી છે. (૯) ધ્યેયના પ્રકારો
ધ્યાતાની યોગ્યતા પછી ધ્યેયનો વિચાર આવે છે. આ ધ્યેય જૈન મહર્ષિઓએ ચાર પ્રકારનું માનેલું છે : (૧) પિંડસ્થ,-(૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. તેમાં પિંડથ ધ્યેયનું ધ્યાન પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી ધ્યાન માતૃકાપદો કે નમસ્કારાદિ પવિત્ર મંત્રના અક્ષરો વડે થાય છે; રૂપસ્થ ધ્યેયનું ધ્યાન શ્રી અરિહંત ભગવંતના સ્વરૂપનું ચિંતન કરવા વડે થાય છે અને રૂપાતીત ધ્યેયનું ધ્યાન નિરંજન-નિરાકાર સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવા વડે થાય છે.*
યોગ-વિશારદોએ એ વાત નક્કી કરી છે કે જેવા પ્રકારનું ધ્યેય હોય, તેવા પ્રકારનું ધ્યાન થાય અને જેવા પ્રકારનું ધ્યાન થાય, તેવા પ્રકારનું જ ફળ મળે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના નવમા પ્રકાશમાં આ સિદ્ધાંતનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે
'वीतरागो विमुच्येत, वीतरागं विचिन्तयन् ।
रागिणं तु समालम्ब्य, रागी स्यात् क्षोभणादिकृत् ॥ १३ ॥'
રાગ-રહિતનું ધ્યાન ધરતાં આત્મા વીતરાગ બને છે અને સર્વ કર્મથી મુક્ત થાય છે, જયારે રાગીઓનું આલંબન લેનારો આત્મા વૃત્તિઓને ક્ષોભ પમાડનારી સરાગતાને પામે છે (અને એ રીતે કર્મથી લિપ્ત થઈ સંસારમાં પરિભ્રમણ કરે છે).
'नासद्-ध्यानानि सेव्यानि, कौतुकेनापि किं त्विह । स्वनाशायैव जायन्ते, सेव्यमानानि तानि यत् ॥ १४ ॥
તેથી કેવળ કૌતુક માટે પણ અસધ્યાનોનું અવલંબન લેવું નહિ, કેમકે તે અસધ્યાનો સેવવાથી પોતાનો જ નાશ થાય છે.”
* વૈદિક-સંપ્રદાયમાં ધ્યેય પરત્વે ધ્યાનના બે પ્રકારો માનેલા છે : એક સગુણ અને બીજું નિર્ગુણ. તેમાં વિષ્ણુ, અગ્નિ, સૂર્ય, ભૂ-મધ્ય કે પુરુષનું ધ્યાન તે સગુણ કહેવાય છે અને સચ્ચિદાનંદરૂપ બ્રહ્મથી પોતાનો અભેદ સ્વીકારી જે ધ્યાન કરવામાં આવે છે, તે નિર્ગુણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org