________________
કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગપ૬૭
હે ગૌતમ ! આ મહાસાહસિક ભયંકર અને દુષ્ટ ઘોડો ખૂબ દોડી રહ્યો છે. તે ઘોડા પર બેઠેલા તમે સીધે માર્ગે શી રીતે જઈ શકો છો? તેનાથી ઉન્માર્ગે કેમ લઈ જવાતા નથી ?
પ્રત્યુત્તરમાં ગૌતમસ્વામી કહે છે : ‘પહાવંત નિપિપામિ, સુય-રસ્તી-સમાદિયં | न मे गच्छइ उम्मग्गं, मग्गं च पडिवज्जइ ॥५६॥
‘તે વેગથી દોડતા મારા ઘોડાને શાસ્ત્રરૂપી લગામથી વશમાં રાખું છું. જ્ઞાન-લગામથી વશ થયેલો તે ઉન્માર્ગે જતાં સન્માર્ગે જાય છે.”
એનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર કહે છે : “અરૂઝ રૂડુ કે કુત્તે ?, સી રોયમHબ્લવી | तओ केसि बुवंतं तु, गोयमो इणमब्बवी ॥ ५७ ॥'
“કેશમુનિએ ગૌતમસ્વામીને કહ્યું, તે ઘોડો કોને કહો છો ?' આ પ્રમાણે બોલતા કેશમુનિને ગૌતમસ્વામીએ કહ્યું
___ 'मणो साहस्सिओ भीमो, दुट्ठसो परिधावइ ।
तं सम्मं तु निगिण्हामि धम्मसिक्खाइ कंथगं ॥ ५८ ॥'
“મન એ જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે તે (સંસારના વિવધ વિષયો તરફ) આમ તેમ દોડી રહ્યો છે. પરંતુ જાતિમાનું ઘોડાની જેમ ધર્મશિક્ષા વડે હું તેને સમ્યગૂ નિગ્રહ કરું છું.”
શ્રીકેશમુનિ આ પ્રત્યુત્તરથી સંતુષ્ટ થાય છે. તાત્પર્ય કે મનઃશુદ્ધિ કરવા માટે અથવા મનને કાબૂમાં રાખવા માટે મહર્ષિઓએ શાસ્ત્રમાં જે જે ઉપાયો બતાવ્યા છે તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો તમામ પ્રકારની ધર્મશિક્ષા મનની શુદ્ધિ માટે જ કહેલી છે એટલે તેનું વિધિ-પૂર્વક અનુસરણ એ જ મનને શુદ્ધ કરવાનો-મનને કાબૂમાં રાખવાનો ઉપાય છે. સમ્યગ્દર્શનથી મનનો વેગ ધ્યેય તરફ કેન્દ્રિત થાય છે, સમ્યજ્ઞાનથી ક્રોધ, માન, માયા અને લોભરૂપ મનનો મેલ ધોવાઈ જાય છે અને પાંચ મહાવ્રત તથા સમિતિ-ગુપ્તિરૂપ સમ્યફચારિત્રથી મનનો વિક્ષેપ ક્રમશઃ ઘટતો જાય છે અને છેવટે એકાગ્રતાને પામી લય થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org