Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગo૫૬૫
અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાર માસ સુધીનું હોય છે અંતર્દષ્ટિ પામેલા મહાત્મા બાહુબલિએ એક જ સ્થાને ઊભા રહીને બાર માસ સુધી કાયોત્સર્ગ કર્યો હતો, એ ઘટના જૈનશાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે. ધ્યાન-માર્ગમાં આગળ વધવા ઇચ્છનારે મુખ્યત્વે આ કાયોત્સર્ગનો આશ્રય લેવો જોઈએ. (૬) કાયોત્સર્ગની સિદ્ધિ
કાયોત્સર્ગનું મુખ્ય પ્રયોજન ધ્યાન છે, એટલે ધ્યાનની સિદ્ધિ થાય તો જ કાયોત્સર્ગની સિદ્ધિ થઈ ગણાય અને ધ્યાનની સિદ્ધિ કરવા ઇચ્છનારે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણનું જ્ઞાન મેળવવું આવશ્યક છે, એટલે કાયોત્સર્ગ કરનારે પણ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. (૭) ધ્યાતા કે કાયોત્સર્ગ કરનારની યોગ્યતા
શ્રીહેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સાતમા પ્રકાશમાં ધ્યાતાનાં લક્ષણ આ રીતે દર્શાવ્યાં છે :
"अमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधुरीणताम् । परमप्यात्मवत् पश्यन्, स्वस्वरूपापरिच्युतः ॥ २ ॥ उपतापमसंप्राप्तं, शीत-वातातपादिभिः । પિપાસુરમરીરિ, યોામૃત-રસાયનમ્ + 3 || रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरदूषितम् ॥ आत्मारामं मनः कुर्वन्, निर्लेपः सर्वकर्मसु ॥ ४ ॥ विरतः कामभोगेभ्यः स्वशरीरेऽपि निःस्पृहः । संवेग-हुद-निर्मग्नः, सर्वत्र समतां श्रयन् ॥ ५ ॥ नरेन्द्रे वा दरिदे वा, तुल्य-कल्याण कांमनः । अमात्रकरुणापात्रं, भवसौख्य-पराङ्मुखः ॥ ६ ॥ सुमेरुरिव निष्कम्पः, शशीवानन्ददायकः । સમીર રૂવ નિ:સ, સુથીય્યતા પ્રશસ્યતે || ૭ "
(૧) પ્રાણોનો નાશ થાય, તો પણ ચારિત્રમાં અગ્રેસરપણું ન મૂકનાર, (૨) બીજા જીવોને પોતાની માફક જોનાર, (૩) સમિતિ-ગુપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org