Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૬૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગાથાઓ પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે :
વાણી-વં–પ્પો, નો મળે નવિનું ય સમ–સાdો. देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥ १५४८ ॥'
શરીરને કોઈ વાંસલાથી છેદી નાખે કે તેના પર ચંદનનો લેપ કરે અથવા જીવન ટકે કે તેનો જલદી અંત આવે છતાં જે દેહ-ભાવનાથી ખરડાય નહીં અને મનને બરાબર સમભાવમાં રાખે, તેને કાયોત્સર્ગ થાય છે.”
"तिविहाणुवसग्गाणं, दिव्वाणं मणुसाण तिरियाणं ।। सम्ममहियासणाए काउस्सग्गो हवइ सुद्धो ॥ १५४९ ॥'
‘યંતરાદિ-દેવો વડે, સ્વેચ્છાદિ-મનુષ્યો વડે અને સિંહાદિ પશુઓ વડે કરાયેલા ત્રિવિધ ઉપસર્ગોને મધ્યસ્થ ભાવથી સહન કરવા વડે કાયોત્સર્ગ શુદ્ધ થાય છે.”
દ-મ-ગ-સુદ્દી, સુદ-તુવરd-તિતિવા અપુષ્પી | ફાય એ જુદું જ્ઞા, પયપો છોડmમિ | ૨૪૬ર છે''
કાયોત્સર્ગમાં એકાગ્ર થયેલો દેહની જડતા અને મતિની મંદતા દૂર કરે છે; સુખ-દુ:ખની તિતિક્ષા વડે અનુપ્રેક્ષા અથવા તત્ત્વ-ચિંતન કરે છે અને શુભ ધ્યાનને ધ્યાવે છે.
તાત્પર્ય કે દેહાધ્યાસ ટાળીને સમભાવપૂર્વક શુભધ્યાનમાં સ્થિર થવુંએ કાયોત્સર્ગનું હાર્દ છે. (૫) કાયોત્સર્ગના પ્રકારો
કાયોત્સર્ગ મુખ્યત્વે બે પ્રકારનો છે : એક “ચેષ્ટા' અને બીજો “અભિભવ'. તેમાં જે કાયોત્સર્ગ ગમનાગમન પછી, વિહાર પછી, દિવસના અંતે, રાત્રિના અંતે, પક્ષના અંતે, ચાતુર્માસના અંતે કે સંવત્સરના અંતે કરવામાં આવે છે, તે ચેષ્ટા-કાયોત્સર્ગ' કહેવાય છે. આ કાયોત્સર્ગનું કાલમાન અમુક શ્વાસોચ્છવાસ-પ્રમાણ હોય છે અને જે કાયોત્સર્ગ તિતિક્ષા-શક્તિ કેળવવા માટે કે પરીષહોનો જય કરવા માટે ખંડેરમાં, સ્મશાનભૂમિમાં, અરણ્યમાં કે તેવી જ કોઈ વિકટ જગામાં જઈને કરવામાં આવે છે, તે “અભિભવ કાયોત્સર્ગ” કહેવાય છે. આ કાયોત્સર્ગનું કાલ-માન જઘન્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org