________________
કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગ ૫૬૯
(૧૦) ધ્યાનની વ્યાખ્યા
ધ્યાન કોને કહેવાય ?' એ પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રકાર મહર્ષિઓએ આ રીતે આપ્યો છે :
'जं थिरमज्झवसाणं त झाणं, जं चलं तयं चिन्तं ।' આત્માના જે અધ્યવસાયો ‘સ્થિર' એટલે વ્યવસ્થિત કે વિષયાનુરૂપ હોય તે ધ્યાન કહેવાય છે અને જે અધ્યવસાયો ‘ચલ' એટલે અનવસ્થિત હોય, તે ચિન્ત અથવા ચિન્તન કહેવાય છે.
‘ગાયને ચાર પગ છે, બે શીંગડાં છે, ગળે કંબળ-ગોદડી છે, સ્વભાવની તે ગરીબ છે' વગેરે વિચારો ગાયનું ધ્યાન કહેવાય; અને ‘ગાય માયાળુ પ્રાણી છે, પરંતુ તે ભેંસ કરતાં ઓછું દૂધ દે છે. ભેંસ બસો રૂપિયામાં આવે છે. ગિરની ભેંસો વખણાય છે. એ ભેંસોનું ઘી ઉત્તમ થાય છે. એ ઘી પોરબંદરની એક પેઢી વેચે છે. એ પેઢીએ આવું ઘી વેચીને ઘણો નફો કર્યો' વગેરે વિચારોમાં ગાયનું ધ્યાન નથી, પણ તે ચિત્ત-મનની ચિન્તનાત્મક વૃત્તિઓ છે.
પાતંજલ યોગશાસ્ત્રમાં ચિત્તની પાંચ વૃત્તિઓ કહેલી છે ઃ ૧. ક્ષિપ્ત, ૨. મૂઢ, ૩. વિક્ષિપ્ત, ૪. એકાગ્ર અને ૫. નિરુદ્ધ. તેમાં પ્રથમની ત્રણ અવસ્થાઓને ધ્યાન-રહિત માની છે. ચોથી અવસ્થામાં ધ્યાન માન્યું છે અને પાંચમી અવસ્થામાં સમાધિ માનેલી છે. પરંતુ શ્રીહેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં બારમા પ્રકાશમાં સ્વાનુભાવથી તેના ચાર પ્રકારો માનેલા છે ઃ
'इह विक्षिप्तं यातायातं, श्लिष्टं तथा सुलीनं च । નેતૠતુ પ્રારં તા-ચમત્કારિ મવેત્ ॥ ૨ ॥'
‘મન ચાર પ્રકારનું છે : ૧. વિક્ષિપ્ત, ૨. યાતાયાત, ૩. શ્લિષ્ટ અને ૪. સુલીન. તે એના જાણકારોને ચમત્કાર કરનારું થાય છે.’
તેનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે
'विक्षिप्तं चलमिष्टं, यातायातं च किमपि सानन्दम् । प्रथमाभ्यासे द्वन्द्वमपि विकल्पविषयग्रहं तत् स्यात् ॥ ३ ॥' ‘વિક્ષિપ્ત મનને ચપલતા ઇષ્ટ છે અને યાતાયાત મન કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org