________________
કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગ ૭ ૫૬૩
મલિન અધ્યવસાયોનું વિસર્જન કરવું. તાત્પર્ય કે કાયોત્સર્ગમાં કાયાના ઉત્સર્ગ ઉપરાંત વાણીનો તથા મનની મલિન વૃત્તિઓનો ઉત્સર્ગ પણ હોય છે, પરંતુ કાયવ્યાપાર કે કાય-મમત્વનો ઉત્સર્ગ મુખ્ય હોવાથી તેને કાયોત્સર્ગ કહેવામાં આવેછે. કેટલાક એમ માને છે કે ચિત્તની શુદ્ધિ ક૨વા માટે કાયાનું દમન કરવાની આવશ્યકતા નથી, પરંતુ કાયા અને વાણીનું દમન કર્યા વિના ચિત્તની શુદ્ધિ થતી નથી, એ દરેક મુમુક્ષુનો જાતિ-અનુભવ છે; એટલે પ્રથમ કાયાનું દમન, પછી વાણીનું દમન અને છેવટે ચિત્તનુ દમન એ જ સુવિહિત ક્રમ છે અને તેને જ અહીં અનુસરવામાં આવ્યો છે. (૩) કાયોત્સર્ગ કરવાના હેતુઓ
‘કાયોત્સર્ગ કયા હેતુઓ માટે કરવામાં આવ્યો છે ?' તેનો ઉત્તર ચૈત્યવંદન-ભાષ્યમાં આ રીતે આપવામાં આવ્યો છે :
‘વડ તસ્ય ઉત્તરી-પમુહ સદ્ધાર્ગા ય પળ-દે । વૈયાવન્દ્વારતારૂં તિષ્ણિ ઞ હેડ-વારસનું ॥ ૬૪ ||''
‘તસ્સ ઉત્તરીકરણ’ પ્રમુખ ચાર હેતુઓ, ‘સદ્ધાએ મેહાએ' પ્રમુખ પાંચ હેતુઓ અને ‘વેયાવચ્ચગરાણં' પ્રમુખ ત્રણ હેતુઓ, એ રીતે કાયોત્સર્ગ કરવાના બાર હેતુઓ જાણવા. થોડાં વિવેચનથી આ વસ્તુને વધારે સ્પષ્ટ કરીશું. ‘તસ્સ ઉત્તરી’ પ્રમુખ ચાર હેતુઓનો અર્થ એ છે કે ‘કાયોત્સર્ગ’ ૧. પ્રથમ લાગેલાં પાપને આલોચવા માટે છે. ૨. તે પાપનો યથાયોગ્ય દંડ લેવા માટે છે. ૩. અંતરના મલને ટાળવા માટે છે અને, ૪. સર્વ શલ્ય-રહિત થવા માટે છે. અહીં શલ્યશબ્દથી અનાલોચિત પાપ સમજવાનાં છે. ‘સદ્ધાએ મેહાએ' પ્રમુખ પાંચ હેતુઓનો અર્થ એ છે કે કાયોત્સર્ગ ૫. શ્રદ્ધાની વૃદ્ધિ માટે છે. ૬. બુદ્ધિ નિર્મળ થવા માટે છે. ૭. ચિત્તની સ્વસ્થતા વધારવા માટે છે. ૮. ધારણાની વૃદ્ધિ અર્થે છે અને ૯. દ્વાદશ અનુપ્રેક્ષાનાં ચિંતન આલંબન માટે છે.’ ‘વેયાવચ્ચગરાણ.’ પ્રમુખ ત્રણ હેતુઓનો અર્થ એ છે કે કાયોત્સર્ગ. ૧૦. સંઘનું વૈયાવૃત્ય કરનાર, ૧૧. રોગાદિ ઉપદ્રવોને શાંત કરનાર અને ૧૨. સમ્યગ્દૃષ્ટિઓને સમાધિ ઉપજાવનાર દેવ-દેવીઓનાં આરાધન નિમિત્તે છે.
(૪) કાયોત્સર્ગનું હાર્દ
કાયોત્સર્ગનું હાર્દ સમજવા માટે આવશ્યક-નિર્યુક્તિની નીચેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org