Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પરિશિષ્ટ પહેલું કાયોત્સર્ગ
અથવા
ધ્યાન-માર્ગ
(પાંચમું આવશ્યક) (૧) કાયોત્સર્ગનું મહત્ત્વ
આત્મશુદ્ધિના સર્વ ઉપાયોમાં કાયોત્સર્ગનું સ્થાન શ્રેષ્ઠ છે. કારણ કે તે દૂષિત આત્માનું શોધન કરે છે, પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ કરે છે અને સંપૂર્ણ શુદ્ધિપૂર્વક કરવામાં આવે, તો સર્વ દુઃખોમાંથી સદાને માટે મુક્ત કરે છે.*
* ચઉસરણ-પન્નામાં કહ્યું છે કે
'चरणाईयाराणं, जहक्कम वण-तिगिच्छ रूवेणं । વિમાસુદ્ધા, સાદી ત૬ #l૩mi | ૬ !'
પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા ચારિત્રના અતિચારોની વણ-ચિક્સિારૂપ કાયોત્સર્ગ વડે યથાક્રમ શુદ્ધિ થાય છે.”
ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કે-૩mi અંતે ! ની વિજ ગયે ?' હે ભગવનું? કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય? “ઉસ્સો તીયपडुप्पन्नं पायच्छित्तं विसोहेइ । विसुद्ध-पायच्छित्ते य जीवे निव्वुय-हियए आहरिय-भरु व्व भारवहे પસંસ્થાળોવા સુદ સુi વિર ' 'હે આયુષ્યમન્ ! કાયોત્સર્ગથી ભૂતકાલ અને વર્તમાન કાલના પ્રાયશ્ચિત્ત-યોગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે અને આ રીતે પ્રાયશ્ચિત્ત-યોગ્ય અતિચારોની શુદ્ધિ થતાં તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂરની જેમ હળવો બનીને પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો સુખ-પૂર્વક વિચરે છે.
ઉત્તરાધ્યયનસૂત્રના છવ્વીસમા સામાચારી-અધ્યયનમાં કહ્યું છે કે
ઝાઝસ્સા તો જ્ઞા, સત્ર-ટુ-વિમુવgl' !
પછી સર્વ દુઃખમાંથી મુક્ત કરનારો કાયોત્સર્ગ કરવો. પ્ર.-૩-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org