Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ચોથી ગાથામાં સૂરિમંત્રના પ્રથમ પીઠની અધિષ્ઠાયિકા વાણી એટલે સરસ્વતી દેવીનું, બીજા પીઠની અધિષ્ઠાયિકા ત્રિભુવન સ્વામિનીદેવીનું. ત્રીજા પીઠની અધિષ્ઠાયિકા શ્રીદેવીનું અને ચોથા પીઠના અધિષ્ઠાયક યક્ષરાજ ગણિપિટકનું તેમ જ ગ્રહો, દિક્યાલો અને ઇંદ્રોનું સ્મરણ કરવામાં આવ્યું છે અને “તેઓ સર્વ જિનભક્તોની સદા રક્ષા કરો” એવું ઇચ્છવામાં આવ્યું છે.
પાંચમી અને છઠ્ઠી ગાથામાં સોળ વિદ્યાદેવીનું સ્મરણ કરવામાં આવ્યું છે. સાતમી અને આઠમી ગાથામાં ચોવીસ શાસનદેવો(યક્ષો)નું સ્મરણ કરવામાં આવ્યું છે, નવમી અને દશમી ગાથામાં ચોવીસ શાસનદેવીઓ-યક્ષિણીઓ)નું
સ્મરણ કરવામાં આવ્યું છે અને અગિયારમી ગાથામાં ભગવાનના શાસનનું રક્ષણ કરવામાં તત્પર એવા ચારે નિકાયના દેવ-દેવીઓ અને વ્યંતરો તથા યોગિનીઓ વગેરેનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જે ચતુર્વિધ સંઘની તથા સ્તોત્રનું સ્મરણ કરનારની રક્ષા કરે છે.
બારમી ગાથામાં પુનઃ શ્રી શાંતિનાથ ભગવાન અને સમ્યગ્દષ્ટિક દેવો તરફથી રક્ષા માગવામાં આવી છે અને સ્તોત્રકારે મુનિસુંદરસૂરિ-યુ-મહમએ પદ યોજીને પોતાનું નામ પણ દર્શાવ્યું છે.
- તેરમી ગાથામાં સ્તોત્રકારે આ સ્તોત્રનું મૂળ નામ “યંતિનાદ સમ્પટ્ટિરવલ્લ’ દર્શાવીને તેની ફલ-શ્રુતિ કહી છે કે “જે આ સ્તોત્રને ત્રિકાલ ભણશે, તેના સર્વ ઉપદ્રવો દૂર થશે અને તે ઉત્કૃષ્ટ સુખ-સંપદાને પામશે.”
ચૌદમી ગાથા ક્ષેપક છે, પણ સ્તોત્રકારના ગુરુનું નામ યાદ કરવા માટે કેટલાક તેને બોલે છે, જો કે તેના આમ્નાયમાં આ સ્તોત્રની એક પણ ગાથા ન વધારવાનું સ્પષ્ટ સૂચન છે.
૭) પ્રકીર્ક આ સૂત્ર સહસ્રાવધાની શ્રીમુનિસુંદરસૂરિની સંઘ-માન્ય કૃતિ છે અને પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણના પૂર્વ દિવસે દેવસિક પ્રતિક્રમણ વખતે સ્તવન તરીકે બોલાય છે તથા જયાં પહેલે દિવસે સાધુઓ સ્થાન કરે, તે દિવસે પ્રતિક્રમણ સૂત્રમાં બોલાય છે.* * આ સ્તવન પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણ પછી બોલવાનો
વ્યવહાર પણ જોવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org