Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
દફરખાને તેમને “વાદિ-ગોકુલ-પંઢ' એટલે “વાદીઓરૂપ ગોકુલના પતિ એવું બિરુદ આપ્યું હતું. તેમણે વીસ વર્ષની ઉંમરે ન્યાય, વ્યાકરણ અને કાવ્ય એ ત્રણે વિષયોનો પરિચય આપતો “ત્રવિદ્ય-ગોષ્ઠી” નામનો ગ્રંથ રચ્યો હતો અને ત્યાર પછી અધ્યાત્મકલ્પદ્રુમ (શાંતરસભાવના), ઉપદેશ-રત્નાકર, જિનસ્તોત્રરત્નકોશ, મિત્રચતુષ્કકથા, જયાનન્દચરિત્ર વગેરે નાનીમોટી અનેક કૃતિઓ રચી હતી. વળી તેમણે સૂરિમંત્રનું ચોવીસ વખત આરાધન કર્યું હતું અને છઠ્ઠ તેમજ અક્રમ આદિ તપસ્યાને કારણે પદ્માવતી આદિ દેવીઓ પ્રત્યક્ષ થઈને તેમને સહાય કરતી હતી. મેવાડ દેશમાં આવેલા દેવકુલપાટક એટલે દેલવાડામાં થયેલા મરકીના ઉપદ્રવને શાંત કરવા માટે તેમણે આ મહિમાપૂર્ણ “સંતિ-સ્તવની રચના કરી હતી અને શીરોહી રાજયમાં ઉત્પન્ન થયેલ તીડના ઉપદ્રવને પણ શાંત કર્યો હતો.
તેમણે પોતાના મુખ્ય ગુરુ શ્રીદેવસુંદરસૂરિ પર “ત્રિદશતરંગિણી' નામનો એક વિજ્ઞપ્તિપત્ર મોકલ્યો હતો, જે જગતભરના વિજ્ઞપ્તિપત્રોમાં અજોડ ગણાય એવો છે. ૧૦૮ હાથ લાંબા આ વિજ્ઞપ્તિપત્રમાં ૩૦૦ ચિત્રમય શ્લોકો હતા અને તેમાં અર્થ-ગાંભીર્ય પણ ખુબ જ હતું. આ વિજ્ઞપ્તિપત્રનો એક ભાગ હાલ ઉપલબ્ધ છે, જે ગુર્વાવલી તરીકે પ્રસિદ્ધ છે. તેમનો જન્મ વિ. સં. ૧૪૩૬માં થયો હતો. સાત વર્ષની નાની ઉંમરે દીક્ષા લીધી હતી અને વિ. સં. ૧૪૬૬માં વાચક-પદ તથા સં. ૧૪૭૮માં સૂરિપદને પામ્યા હતા. વિ. સં. ૧૫૦૩ની સાલમાં તેમનું સ્વર્ગ-ગમન થયું હતું.
(૧૨-૪) સરલ છે.
(૧૨-૫) આ પ્રકારે શ્રી મુનિસુંદરસૂરિએ જેમના મહિમાની સ્તુતિ કરી છે, એવા શ્રી શાંતિનાથ જિનેશ્વર સમ્યગ્દષ્ટિ દેવોના સમૂહ-સહિત સંઘનું તથા મારું પણ રક્ષણ કરો.
(૧૩-૩) -[તિ]-આ પ્રમાણે.
તિનાદ-સમ્પટ્ટિય-૨ઉં-[[નાનાથ-ગૃષ્ટિક્યું -રક્ષF]શાંતિનાથ-સમ્યગ્દષ્ટિ-રક્ષાને.
શાન્તિનાથ અને સાષ્ટિક તે શક્તિનાથ-સદૃષ્ટિક, તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org