________________
શુભુત-સાંભળો.
વચનં-વચન, વાણી, કથન, પાઠ.
પ્રસ્તુતં-પ્રકરણ-પ્રાપ્ત, પ્રાસંગિક.
‘પ્રસ્તૂયતે સ્મ કૃતિ પ્રસ્તુતમ્’-જે રજૂ કરાય તે પ્રસ્તુત. અર્થાત્ પ્રકરણપ્રાપ્ત, પ્રાસંગિક.
૪૪૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધર્ટીકા-૩
જિનેશ્વરની યાત્રા અને સ્નાત્ર શાંતિકર્મ માટે યોજાય છે, એટલે તેના અંતે શાંતિપાઠ બોલવો એ પ્રસ્તુત છે-પ્રાસંગિક છે.
સર્વમ્ સર્વ, બધું.
તત્-આ.
યે-જેઓ.
આ પદ ‘આર્દ્રતા:’નું વિશેષણ છે. યાત્રાયામ્-યાત્રાને વિશે, રથયાત્રાને વિશે.
ઉત્સવ કે ગમનરૂપ યાત્રા ત્રણ પ્રકારની છે : (૧) અષ્ટાનિકા, (૨) રથયાત્રા અને (૩) તીર્થ-યાત્રા. તેમાંથી અહીં રથ-યાત્રા અભિપ્રેત છે. રથ યાત્રા એટલે શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાને રથમાં સ્થાપન કરી વાજિંત્રાદિ પૂર્વક તે રથ શ્રાવકોનાં ઘરે ઘરે (નગરમાં સર્વત્ર) ફેરવવો તે. આ પ્રકારની રથ-યાત્રાથી અનેક ભવ્ય પ્રાણીઓ શ્રીજિનેશ્વર ભગવાનનાં દર્શન કરે છે તથા તેમની પ્રશંસા કરીને પુણ્યનાં ભાજન થાય છે. જ્યાં શ્રાવકો વડે આવી રથયાત્રા વારંવાર કરવામાં આવતી હોય તે દેશ, તે ગામ અને તે નગ૨ દર્શનીય મનાય છે. ઉજ્જિયનીમાં નીકળેલી રથયાત્રામાં શ્રીઆર્યસુહસ્તી મહારાજને જોઈ સંપ્રતિ રાજાને જાતિ-સ્મરણ-જ્ઞાન થયું હતું, તેથી તેણે પોતાનો પૂર્વભવ જાણ્યો હતો અને પછીના જીવનમાં શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં હતાં.
ત્રિભુવન-પુો: -ત્રિભુવન-ગુરુની, જિનેશ્વરની.
જિનેશ્વર સ્વર્ગ, મર્ત્ય અને પાતાલ એ ત્રણ ભુવનના અધિપતિઓના ગુરુ હોવાથી ત્રિભુવન-ગુરુ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org