Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બૃહચ્છાન્તિ ૦૪૮૫ હોવો જોઈએ. વળી તે બાહ્ય અને આત્યંતર મેલથી રહિત હોવો જોઈએ તથા શ્વેત વસ્ત્ર, ચંદન અને અલંકારોથી સુશોભિત હોવો જોઈએ. તેમ જ કંઠમાં પુષ્પમાલા અવશ્ય ધારણ કરેલી હોવી જોઈએ. આવો શ્રાવક ડાબા હાથમાં શાંતિ-કલશ લઈને ઊભો રહે. પછી “ઝ પુષ્યાથી લઈને શ્રી પાર્શ્વનાથાય સ્વાહા' સુધીના શાંતિપાઠની ઉઘોષણા કરે અને એ ઉઘોષણા કર્યા પછી ઉદ્ઘોષણા કરનારે તથા બીજાઓએ શાંતિકલશનું પાણી સાથે લગાડવું જોઈએ.
' (૧૯-૫) આ શાંતિપાઠ જિનબિંબની પ્રતિષ્ઠા, [રથયાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવના અંતે બોલવો. (તેનો વિધિ એવો છે કે કોઈ ગુણવાનું શ્રાવક) કેસર-ચંદન, કપૂર અને અગરુનો ધૂપ, વાસ અને અંજલિમાં વિવિધરંગી પુષ્પો રાખીને, (ડાબા હાથમાં) શાંતિકલશ ગ્રહણ કરીને, (તથા તેના પર જમણો હાથ સ્થાપીને) શ્રી સંઘની સાથે સ્નાત્રમંડપમાં ઊભો રહે તે બાહ્ય-આત્યંતર શુદ્ધ થયેલો હોવો જોઈએ, તથા શ્વેત વસ્ત્ર, ચંદન અને આભારણોથી અલંકૃત થયેલો હોવો જોઈએ. તે પુષ્પહાર કંઠમાં ધારણ કરીને શાંતિની ઉદ્દઘોષણા કરે અને ઉદ્દઘોષણા કર્યા પછી શાંતિકલશનું પાણી આપે, જે તેણે તથા બીજાઓએ માથે લગાડવું જોઈએ.
(૨૦-૩) નૃત્યન્તિ નૃત્ય-વિવિધ પ્રકારનાં નૃત્યો કરે છે. મા-પુણ-વર્ષ-રત્ન અને પુષ્પોની વર્ષા.
* સ્નાત્ર કરનાર શ્રાવક સંબંધમાં અહંઅભિષેકવિધિના બીજા પર્વમાં કહ્યું છે કે
શ્રાદ્ધ સ્ત્રાતાનુત્તિ: સિતવસનો નીરુનોવ્યો , दत्त्वा कर्पूर-पूर-व्यतिकरसुरभि धूपमभ्यस्तकर्मा । पूर्वं स्नात्रेषु नित्यं भृतगगनघन-प्रोल्लसद्घोष-घण्टा-- टंकाराकारितारात्-स्थितजननिवहं घोषयेत् पूर्णघोषः ॥२॥
શ્રદ્ધાળુ શ્રાવક નાયેલો હોવો જોઈએ તથા અનુલેખન કરનાર, શ્વેત વસ્ત્ર ધારણ કરનાર, નીરોગી અને પરિપૂર્ણ અંગવાળો (આંખ, કાન વગેરેની ન્યૂનતા વગરનો) તથા જેણે પહેલેથી નિત્ય સ્નાત્ર-વિષયક કર્મનો અભ્યાસ કરેલો છે, એવો હોવો જોઈએ. તેવો શ્રાદ્ધ કપૂરના પૂર(ગોટીઓ)ના પ્રસંગથી સુગંધી એવો ધૂપ આપીને આકાશ ભરી દે તેવા પ્રચંડ ઉલ્લસતા અવાજવાળી ઘંટાના ટંકાર વડે સમીપ રહેલા જનસમૂહને બોલાવવા-પૂર્વક પૂર્ણ ઘોષણાવાળો થઈને ઘોષણા કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org