Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બૃહચ્છાન્તિ ૪૯૫ કરે છે, માંગલિક ગીતો ગાય છે, મંત્રમય ચમત્કારિક સ્તોત્રો બોલે છે, તીર્થકરોનાં માતા-પિતાનાં નામનિર્દેશપૂર્વક તેમની સ્તુતિ કરે છે અને “પુષ્પાદું પુષ્યા આદિ મંત્રો બોલે છે.' બીજા પદ્યમાં સર્વ જગતનું શિવ ઈચ્છવામાં આવ્યું છે તથા લોકો પરોપકાર-પરાયણ થાય તેવી ભાવના ભાવવામાં આવી છે. સાથે વ્યાધિ, દુઃખ, દૌર્મનસ્યાદિ નાશ પામે તથા તેઓ સુખનો અનુભવ કરે, એમ પણ ઈચ્છવામાં આવ્યું છે. ત્રીજું પદ્ય જે કોઈ પ્રસંગનું ઉદ્ધરણ છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, “હું તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં નિવાસ કરનારી છું, તેથી અમારું અને તમારું શ્રેય થાઓ તથા સર્વત્ર ઉપદ્રવોનું શમન કરનારું કલ્યાણ થાઓ.'
પછી “ઉપસT: ક્ષયે યાતિ' તથા “સર્વમાન-માંન્ચ' એ બે પ્રસિદ્ધ શ્લોકો બોલવામાં આવે છે.
સ્તવના કર્તા પાટણના ભંડારમાં ઉપકેશગચ્છીય પં. મહીચંદ્ર દ્વારા સંવત્ ૧૩૫૮માં લખાયેલી એક પ્રતિમાં એવું જણાવ્યું છે કે આ શાંતિપાઠ અહંદુ અભિષેક-વિધિનું સાતમું પર્વ છે. ત્યારે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટની એક પ્રતિ ૩૫૦/A/૪૪૨-૪૩માં નીચે જણાવેલા શબ્દો જોવામાં આવે છે: તિ વાવિવેતાત-શ્રીશાન્તિસૂરિજોડક્ટ્રસન્માષેિતિથૌ પ્રથમ શાન્તિપર્વ સમાસમ્ રૂતિ વૃછાંતિ-સ્તવઃ | એટલે એ પ્રશ્ન થાય છે કે આ સૂત્ર ખરેખર અહંદુ-અભિષેકવિધિનો જ એક ભાગ છે કે કેમ? અને હોય તો તે ક્યા પર્વનો છે? એનો ઉત્તર એ છે કે- અર્હઅભિષેકવિધિની જે પ્રતિ અમને બહુ પ્રયાસના અંતે મળી આવી છે, તે જોતાં આ આખી કૃતિ કાવ્યમાં છે, એટલે આ સૂત્ર તેનું એક પર્વ હોઈ શકે નહિ. વળી સ્પષ્ટતા * અહંદુ-અભિષેકવિધિનો પ્રારંભ નીચેના કાવ્યથી થાય છે :
'श्रीमत् पुण्यं पवित्रं कृतविपुलफलं मङ्गलं लक्ष्म लक्ष्म्याः क्षुण्णारिष्टोसर्ग-ग्रहगतिविकृति-स्वप्नमुत्पातघाति । सङ्केतः कौतुकानां सकलसुखमुखं पर्वं सर्बोत्सवानां, स्नानं पात्रं गुणानां गुरुगरिमगुरोर्वच्चिता यैर्न दृष्टम् ॥"
શ્રેષ્ઠ ગુરુ, ગૌરવ-પૂજા-સત્કાર પ્રાપ્ત કરનાર ચક્રવર્તિ-પૂજય ગણધરો વગેરેના પણ ગુરુ એવા અત્યંત મહાનું અહ-જિનેશ્વરનું ગણનાપાત્ર સ્નાત્ર શ્રીમત છે, પુણ્ય છે, પવિત્ર છે, વિપુલ ફળો આપનાર છે, મંગલરૂપ છે, લક્ષ્મીનું ચિહ્ન છે, અરિષ્ટો, ઉપસર્ગો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org