Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જગતનાં જનપદોને-તમામ રાષ્ટ્રોને શાંતિ થાઓ' એમ બોલવું, કારણ કે અન્યથા લડાઈ વગેરેનો ઉપદ્રવ થાય છે. પછી “રાજાઓને તથા તેમનાં સન્નિવેશોને એટલે નિવાસસ્થાનોને શાંતિ થાઓ-એમ કહેવું, કારણ કે પ્રજાના રક્ષણનો ભાર તેમના શિરે છે. પછી “ગોષ્ટિક એટલે વિદ્વધૂમંડળીના સભ્યોને શાંતિ થાઓ' એમ કહેવું, કારણ કે વિદ્યા અને કલાની વિશદતાનો આધાર તેમના પર છે. પછી “પર-મુખ્ય એટલે અગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ” એમ કહેવું, કારણ કે રાજય-વહીવટ અને સમાજની સુવ્યવસ્થાનો આધાર મોટા ભાગે તેમની સ્થિતિ-સંપન્નતા પર નિર્ભર છે. અહીં સામાચારીથી “પૌરજન એટલે સમસ્ત નાગરિકોને તથા બ્રહ્મલોકને શાંતિ થાઓ” એમ કહેવામાં આવે છે. આ રીતે આ શાંતિપાઠ દ્વારા સર્વેને શાંતિ ઈચ્છવામાં આવી છે.
છેવટે “ૐ સ્વાહા, ૐ સ્વાહા, ૩ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા” એ ત્રિખંડાત્મક મંત્રના ઉચ્ચારણથી આહુતિત્રયથી શાંતિપાઠ પૂરો કરવામાં આવ્યો છે.
" આ શાંતિપાઠ ક્યારે અને કેવી રીતે બોલવો તેનો વિધિ સૂત્રકારે સાથોસાથ બતાવી દીધો છે. તેમાં જણાવ્યું છે કે “આ શાંતિપાઠ પ્રતિષ્ઠા, રિથ] યાત્રા તથા સ્નાત્ર વગેરે ધાર્મિક મહોત્સવો પછી બોલવાનો છે. તે કોઈ વિશિષ્ટ ગુણવાન શ્રાવક સ્નાત્ર-મંડપમાં ઊભો રહીને બોલે. આ શ્રાવક કેસરચંદન, કપૂર, અગરુનો ધૂપ, વાસ અને કુસુમાંજલિ-એ પાંચ ઉપચારથી સહિત હોવો જોઈએ. વળી તેણે શરીરને અતિ શુદ્ધ કરેલું હોવું જોઈએ, એટલે કે મંત્ર-પૂર્વક સ્નાન કરેલું હોવું જોઈએ અને અંગ-ન્યાસાદિ કરેલા હોવા જોઈએ, તથા તે શ્વેત વસ્ત્ર, ચંદન, આભરણ વગેરેથી અલંકૃત હોવો જોઈએ. વળી તેણે કંઠમાં પુષ્પમાલા ધારણ કરવી જોઈએ. આવો શ્રાવક હાથમાં અભિમંત્રિત જળવાળો શાંતિ-કલશ લઈને શાંતિ-પાઠ બોલે અને તેની પૂર્ણાહુતિ કરી કલશમાંનું જળ સર્વને મસ્તક પર ચડાવવા માટે આપે જેથી અભીષ્ટ શાંતિની પ્રાપ્તિ થાય.
મંગલ, પીઠિકા, શાંતિપાઠ અને તેનો વિધિ પૂરો થયા પછી આનન્દોત્સવ નિમિત્તે કેટલાંક પ્રાસ્તાવિક પદ્યો બોલવામાં આવે છે. તેમાંનાં પહેલા પદ્યમાં જણાવ્યું છે કે “જિનાભિષેક વખતે ભાગ્યશાળી આત્માઓ ભાવથી નૃત્ય કરે છે, રત્ન અને પુષ્પોની વર્ષા કરે છે, અષ્ટમંગલનું સર્જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org