Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બૃહચ્છાન્તિ ૦૪૯૩ દ્વાMિ-11-નેર-વ-વીર-ઝવેર-ફેંસM . बंभो नागु त्ति दसण्हमवि य सुदिसाण पालाणं ॥३॥ સોમ-યમ-વ-વેસ-વીસવા તહેવ પંડ્યું ! तह लोगपालयाणं, सूराइ-गहाण ग नवण्हं ॥४॥ साहंतस्स समक्खं मज्झमिणं चेव धग्मणुट्ठाणं । सिद्धिमविग्धं गच्छउ, जिणाइ- नवकारओ धणियं ॥५॥
ૐ પૂજય અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ ઉત્તમ સાધુઓ, મુનિઓ, સંઘ, ધર્મ તીર્થ અને પ્રવચનને નમસ્કાર હો.
તથા સુખ આપનારી ભગવતી શ્રુતદેવતાને શિવ અને શાંતિ આપનારી (શાંતિ)દેવતાને તેમજ શિવ(નિર્ગસ્થ)-પ્રવચનની દેવતાને પ્રણવૐપૂર્વક નમસ્કાર હો.
પોતાની દિશાનું પાલન કરનારા ઇંદ્ર, અગ્નિ, યમ, નિર્ઝતિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મ અને નાગ એ દશે દિપાલોને પણ ઢંપૂર્વક નમસ્કાર હો.
સોમ, યમ, વરુણ, વૈશ્રવણ (કુબેર) અને વાસવ-એ પાંચને તથા અન્ય લોકપાલ દેવોને તેમજ નવ ગ્રહોને પણ ઝંપૂર્વક નમસ્કાર હો.
જિનાદિ-નમસ્કારના પ્રભાવે ઉપર્યુક્ત બધાની સમક્ષ થતું આ મારું ધર્માનુષ્ઠાન નિર્વિઘ્નપણે અત્યંત (ઉત્કૃષ્ટ) સિદ્ધિને પામો.'
તાત્પર્ય કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠી (લબ્ધિવંત મહર્ષિઓ, સિદ્ધ પુરુષો) સંઘ, ધર્મ, તીર્થ, પ્રવચન, ભગવતી શ્રુતદેવતા, શાંતિદેવતા, પ્રવચનદેવતા, ઇંદ્રાદિ દશ દિક્ષાલો, સોમ, યમ, વરુણ, કુબેર અને વાસવ એ પાંચ તથા અન્ય લોકપાલ દેવો અને નવ ગ્રહોનું સાન્નિધ્ય ધર્માનુષ્ઠાનને નિર્વિબે પાર પાડવામાં ઉપકારક છે, અને તેથી જ પ્રસ્તુત શાંતિપાઠમાં તેમાંના મુખ્ય દેવોનું સ્મરણ કરવામાં આવ્યું છે.
પછી એક ગાથા વડે “શાંતિ-વ્યાહરણ' કેમ કરવું તેની સૂચના આપવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે આ પ્રસંગે પ્રથમ “શ્રીશ્રમણસંઘને શાંતિ થાઓ' એમ બોલવું, કારણ કે શ્રમણ-સંઘ પવિત્ર અને પ્રબલ હોય તો તેમના પ્રભાવથી સમસ્ત રાષ્ટ્રમાં-વિશ્વમાં શાંતિનો પ્રસાર થાય છે. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org