________________
બૃહચ્છાન્તિ ૦૪૯૧
બીજા મંત્રમાં જણાવ્યું છે કે “મુનિપ્રવર એવા મુનિઓ શત્રુઓથી પરાભવ પામવાના પ્રસંગે, દુષ્કાળમાં પ્રાણ ધારણ કરવાના પ્રસંગે, ગહન વનમાં પ્રવાસ કરવાના પ્રસંગે તથા વિકટ વાટો ઓળંગવાના પ્રસંગે તમારું નિત્ય રક્ષણ કરો-તાત્પર્ય કે તમોને ભય-નિવારક શાંતિ આપો.'
ત્રીજા મંત્રમાં જણાવ્યું છે કે “શ્રી, હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી, અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યોગપ્રવેશમાં તેમ જ મંત્ર-નિવેશનમાં જેમનું નામ સુયોગ્ય રીતે સ્મરણ કરાય છે, તેવા જિનેન્દ્રો જય-પામો-જય આપનારા થાઓ.” એટલે આ મંત્રોમાં “પુણ્યાહ પુણ્યા' શબ્દો વડે શુભ-માંગલિક અવસરની જાહેરાત કરીને પુરુષોત્તમની પ્રસન્નતા, વિવિધ ઉપદ્રવોની શાંતિ, વિકટ પરિસ્થિતિમાં રક્ષણ અને સુખ તથા સૌભાગ્યનાં સાધનોની પ્રાપ્તિ એટલે શાંતિ અને તુષ્ટિ ઇચ્છવામાં આવી
છે.
ચોથા મંત્રમાં “રોહિણી આદિ સોળ વિદ્યાદેવીઓ તમારું રક્ષણ કરોતમને પુષ્ટિ કરો” એમ જણાવવામાં આવ્યું છે.; પાંચમાં મંત્રમાં આચાર્ય, ઉપાધ્યાયવાળા ચાર પ્રકારના શ્રમણસંઘને શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિ ઈચ્છવામાં આવી છે, છઠ્ઠા મંત્રમાં ગ્રહોની-ખાસ કરીને ચંદ્ર, સૂર્ય વગેરે નવગ્રહોની, સોમ, યમ, વરુણ અને કુબેર એ ચાર લોકપાલોની, વાસવ (ઇંદ્ર), આદિત્ય (સૂર્ય), સ્કન્દ (કાર્તિકેય) અને વિનાયક (ગણપતિ) તથા બીજા પણ ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા-કુલદેવતા વગેરેની પ્રસન્નતા ઇચ્છવામાં આવી છે. તેમ રાજાઓ અક્ષણકોશ અને કઠોરવાળા થાઓ તેમ ઇચ્છવામાં આવ્યું છે.
સાતમા મંત્રમાં સર્વ નાગરિકો પુત્ર, મિત્ર, ભાઈ-બહેન), સ્ત્રી,
આચારદિનકરમાં જણાવ્યા મુજબ બૃહસ્નાત્રમાં જિન-બિંબ સમક્ષ સોના, રૂપા, તાંબા કે કાંસાનાં બનેલાં સાત પીઠોની રચના કરવાની હોય છે. તેમાં પ્રથમ પીઠે પંચપરમેષ્ઠીની, બીજા પીઠે દશ દિગ્ધાલોની, ત્રીજા પીઠે બાર રાશિઓની, ચોથા પીઠે સત્તાવીસ નક્ષત્રોની, પાંચમા પીઠે નવ ગ્રહોની છઠ્ઠા પીઠે સોળ વિદ્યાદેવીઓની તથા સાતમા પીઠે ગણપતિ, કાર્તિકેય, ક્ષેત્રપાલ, તથા પુર-દેવતા-એ ચાર જાતના દેવોની સ્થાપના કરવાની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org