________________
૪૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
સુદ્ધત, સ્વજન, સંબંધી અને બંધુવર્ગ-સહિત આમોદ-પ્રમોદ કરનારા થાઓ, એવું ઇચ્છવામાં આવ્યું છે. આઠમા મંત્રમાં ભૂમંડલને વિશે પોતાનાં સ્થાનમાં રહેલા સાધુ-સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓને રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુભિક્ષ અને દૌર્મનસ્ય (વિષાદ)નું ઉપશમન કરે તેવી શાંતિ ઇચ્છવામાં આવી છે; નવમા મંત્રમાં સદા તુષ્ટિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, માંગલ્ય અને ઉત્સવ થાઓ એવા આશીર્વાદ-પૂર્વક પાપ અને ભયોનું શમન ઈચ્છવામાં આવ્યું છે. તથા જે શત્રુઓ વિકાસના માર્ગમાં અંતરાય નાખતા હોય તેઓ તેવા કાર્યથી વિમુખ થાઓ, તેમ જણાવ્યું છે.
આ રીતે શાંતિકર મંત્રો દ્વારા “શાંતિની કામના કર્યા બાદ ત્રણ મંત્રમય ગાથાઓ વડે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે. તેમાં પ્રથમ ગાથામાં જણાવ્યું છે કે “ત્રણ લોકનાં પ્રાણીઓને શાંતિ કરનારા અને દેવેદ્રોના મુગટ વડે પૂજાયેલા ચરણવાળા પૂજય શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો.” બીજી ગાથામાં જણાવ્યું છે કે “જગતમાં શાંતિ કરનારા, જગતના ગુરુ શ્રીમાન શાંતિનાથ મને શાંતિ આપો. જેમનાં ગૃહમાં નિયમિત શ્રી શાંતિનાથનું પૂજન થાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. ત્રીજી ગાથામાં જણાવ્યું છે કે “ગ્રહોની રિષ્ટ તથા દુષ્ટ ગતિ, દુઃસ્વપ્ર, અપશુકન વગેરેનો નાશ કરનારું તથા હિત અને સંપત્તિને પ્રાપ્ત કરાવનારું શ્રી શાંતિનાથ ભગવાનનું નામોચ્ચારણ જય પામે છે.' તાત્પર્ય કે ભગવાનને જે આ ક્રિયાના અધિનાયક દેવ છે, તેમનાં સ્મરણ, નામોચ્ચારણ અને નમસ્કારમાં એવી અદ્દભુત શક્તિ રહેલી છે કે જે ઉપદ્રવોને, ગ્રહોના દુષ્ટ યોગને તેમ જ દુઃસ્વપ્ર અને દુર્નિમિત્તો વગેરેની અસરોને નાબૂદ કરી નાખે છે અને તેની જગાએ સુખ અને સૌભાગ્યનો અનુભવ કરાવતી શાંતિનો પ્રસાર કરે છે.
પ્રતિષ્ઠા તથા દીક્ષાવિધિ વખતે નીચેની ગાથાઓ બોલવામાં આવે છે : "ओमिति नमो भगवओ, अरिहंत-सिद्धांयरिय-उवज्झाय । વર-અર્થ-સહુ-મુખિ-સંઘ-જમ્પ-તિર્થી--પૂવયર્સ શા सप्पणव नमो तह, भगवइ-सुयदेवयाइ सहयाए । सिव-संति-देवयाए, सिव-पवयण-देवयाणं च ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org