Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અછુપ્તા, માનસી અને મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ મારું રક્ષણ કરો.
(૭-૮-૩-૪) ઝવણા-[ચક્ષા] યક્ષો.
ય તે તિ યક્ષ:'—એ પૂજાય છે તે યક્ષ. શાસ્ત્રોમાં તેને વ્યતરજાતિના દેવનો એક પ્રકાર માનવામાં આવ્યો છે. આ પક્ષના તેર ભેદો છે. તે આ પ્રમાણે : (૧) પૂર્ણભદ્ર, (ર) મણિભદ્ર, (૩) શ્વેતભદ્ર, (૪) હરિતભદ્ર, (૫) સુમનોભદ્ર, (૬) વ્યતિપાતિકભદ્ર, (૭) સુભદ્ર, (૮) સર્વતોભદ્ર, (૯) મનુષ્ય યક્ષ, (૧૦) વનાધિપતિ, (૧૧) વનાહાર, (૨) રૂપયક્ષ અને (૧૩) યક્ષોત્તમ. યક્ષ-શબ્દથી અહીં જિનેશ્વરની ભક્તિ કરનારા વિશિષ્ટ શાસનદેવ સમજવાના છે.
गोमुह-महजक्ख तिमुह-जक्खेस-तुम्बरु-[गोमुख महायक्ष-त्रिमुखક્ષેશ-દુસ્વર:]-ગોમુખ. મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ અને તુમ્બરુ
ગોમુખ : પહેલા શ્રી ઋષભદેવ ભગવાનના યક્ષનું નામ ગોમુખ છે તેના સ્વરૂપ સંબંધી નિ. ક માં કહ્યું છે કે-“તીર્થોત્પન્ન મુરલયક્ષ રેમ-વર્ગगज-वाहनं चतुर्भुजं वरदाक्षसूत्रयुत-दक्षिणपाणिं मातुलिङ्ग-पाशान्वित वामपाणि
તિ શા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ગોમુખ નામના યક્ષનો વર્ણ સુવર્ણ જેવો છે, તેનું વાહન હાથીનું છે, તથા તે ચાર ભુજાવાળો છે. તેના જમણા બે હાથ વરદ-મુદ્રા અને જપમાલાથી યુક્ત છે. તથા ડબા બે હાથમાં બિજોરું અને પાશ છે.
મહાયક્ષ-બીજા શ્રી અજિતનાથ ભગવાનના યક્ષનું નામ મહાયક્ષ છે તેના સ્વરૂપ સંબંધી નિ. ક.માં કહ્યું છે કે-“તથા તીર્થોત્પન્ન મદીયક્ષાપ્રિધાન यक्षेश्वरं चतुर्मुखं श्यामवर्ण मातङ्ग-वाहनमष्टपाणि वरद-मुद्गराक्षसूत्र-पाशान्वित दक्षिणपाणि वीज-पूरकाभयाङ्कुश-शक्तियुक्त-वामपाणिं पल्लवं चेति ॥२॥" તથા તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો મહા યક્ષ ચાર મુખવાળો છે, શ્યામ વર્ણનો છે, તેનું વાહન હાથી છે અને આઠ ભુજાઓથી યુક્ત છે. તેના જમણા ચાર હાથ વરદ, મુદુગર, જપમાલા અને પાશવાળા છે તથા ડાબા ચાર હાથમાં બિજોરું, અભય, અંકુશ અને શક્તિ છે.
ત્રિમુખ-ત્રીજા શ્રીસંભવનાથ ભગવાનના યક્ષનું નામ ત્રિમુખ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org