Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બૃહચ્છાન્તિe૪૯૭ માનવાને પ્રેરે છે કે “જો મો મળ્યા ' એ તેમની કૃતિનું એક સાંકેતિક ચિહ્ન હોય અને તે બૃહચ્છાતિના પ્રારંભિક શ્લોકમાં તથા ત્યાર પછી શરૂ થતા ગદ્યમાં વપરાયેલું હોય. એ રીતે આ સૂત્રના કર્તા વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ હોવા જોઈએ, પરંતુ આ તો એક સંભાવના માત્ર છે. તેનો અંતિમ નિર્ણય તરીકે સ્વીકાર કરતાં પહેલાં ઘણાં વધારે પ્રમાણો તપાસવાની જરૂર છે.
આ સૂટા પર શ્રીસિદ્ધિચંદ્રગણિએ તથા શ્રીહર્ષકિર્તિએ સપ્તસ્મરણાંતર્ગત ટીકાઓ રચેલી છે તથા કેટલાક સ્વતંત્ર બાલાવબોધો પણ ઉપલબ્ધ થાય છે.
(૭) પ્રકીર્ણક આ પાઠ પ્રાચીન અનુષ્ઠાનવિધિ પરથી વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ સંસ્કૃતમાં યોજેલો જણાય છે.*
* વૈદિક સાહિત્યમાં આ સૂત્રને મળતા કેટલાક શબ્દો જોવામાં આવે છે. દાખલા તરીકે
ઋગ્વદીય બ્રહ્મ-કર્મ-સમુચ્ચયના ૯૬મા પ્રકરણમાં જે “પુણ્યાહ-વાચના'નો પ્રયોગ જણાવવામાં આવ્યો છે, તેમાં નીચેના પાઠો છે.
'यजमानः शान्तिरस्तु ।। पुष्टिरस्तु ।। तुष्टिरस्तु ॥ वृद्धिरस्तु ।।
अग्निपुरोगा विश्वेदेवाः प्रीयन्ताम् । इन्द्रपुरोगा मरुन्गणाः प्रीयन्ताम् । ब्रह्मपुरोगाः सर्वे देवाः प्रीयन्ताम् । विष्णुपुरोगाः सर्वे देवाः प्रीयन्ताम् । माहेश्वरीपुरोगा उमामातरः प्रीयन्ताम् । वसिष्ठपुरोगा ऋषिगणाः प्रीयन्ताम् । भगवती पुष्टिकरी प्रीयताम् । भगवती तुष्टिकरी प्रीयताम् । भगवती ऋद्धिकरी प्रीयताम् । भगवती वृद्धिकरी प्रीयताम् । भगवन्तौ विघ्नविनायकौ प्रीयेताम् ।
भगवान् स्वामी महासेनः सपत्नीक: ससुतः सपार्षद: सर्वस्थानगतः प्रीयताम् ।
हरि-हर-हिरण्यगर्भाः प्रीयन्ताम् । सर्वा ग्रामदेवताः प्रीयन्ताम् । सर्वाः कुलदेवताः प्रीयन्ताम् । सर्वा वास्तुदेवताः प्रीयन्ताम् ।
शत्रवः पराभवं यान्तु । शाम्यन्तु घोराणि । शाम्यन्तु पापानि । शाम्यन्तु ईतयः ।
शुक्राङ्गारक-बुध-बृहस्पति शनैश्चर-राहु-केतु सोम-सहिता आदित्योपुरोगाः सर्वे ग्रहाः પ્રયન્તાન્ !” પ્ર.-૩-૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org