Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૯૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
મગણની દેવતા ભૂમિ છે અને તે લક્ષ્મીનો વિસ્તાર કરે છે; એવી શ્રુતિ ફલિત થતી જણાય છે. તેમાં જણાવ્યું છે કે “ત્રિભુવન-ગુરુની યાત્રામાં હાજર રહેલા હે ભાગ્યવંત આહતો ! તમે સર્વે આ પ્રસ્તુત વચન (પાઠ) સાંભળો !પછી કહ્યું છે કે “તમને બધાને શ્રીઅહિત વગેરે દેવોના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ધૈર્ય અને બુદ્ધિને આપનારી તથા સર્વ ક્લેશોને કાપનારી એવી શાંતિ થાઓ.'
મંગલાચરણ ત્રણ પ્રકારના થાય છે. નમસ્કારાત્મક, વસ્તુ નિર્દેશાત્મક અને આશીર્વાદાત્મક.* તેમાં આ મંગલાચરણ આશીર્વાદાત્મક છે.
શાંતિપાઠને યોગ્ય મંગલાચરણ કર્યા પછી તેનો વાસ્તવિક મર્મ સમજવા માટે સૂત્રકારે પીઠિકા બાંધી છે અને તે શાંતિપાઠ કરનારે-શાંતિની ઉદ્દઘોષણા કરનારે અક્ષરશઃ બોલવાની હોય છે. તે આ પ્રમાણે : “હે ભવ્યજનો ! આ જ અઢીદ્વીપના ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોના જન્મ-સમયે પોતાનું આસન કંપતા સૌધર્મેદ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને તેનાથી જિનેશ્વરનો જન્મ થયેલો જાણીને સુઘોષા ઘંટા વગાડીને ખબર આપે છે, પછી બધા ઈંદ્રો-સુરેદ્રો અને અસુરેંદ્રો જવાને તૈયાર થાય છે. તેમની સાથે તે અહિતના જન્મસ્થાને આવીને વિનયપૂર્વક શ્રી અરિહંતભગવંતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતના શૃંગ પર લઈને જન્માભિષેક કર્યા પછી શાંતિની ઉદ્ઘોષણા કરે છે, તેમ હું પણ “મોટાઓએ કરેલાનું અનુકરણ કરવું” એમ માનીને તથા “મહાજન જાય એ જ માર્ગ અનુસરવાને યોગ્ય છે, એમ જાણીને ભવ્યજનો સાથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરીને, શાંતિની ઉદ્ઘોષણા કરું છું, તો તમે બધા પૂજા, યાત્રા તથા સ્નાત્રનાં કામથી પરવારીને કાન દઈને સાંભળો ! સાંભળો ! “ તાત્પર્ય કે જિનાભિષેક સ્નાત્રરૂપી શાંતિકર્મ કર્યા પછી તેના અનુસંધાનમાં આ શાંતિપાઠ બોલવાનો હોય છે.
આ શાંતિપાઠના પ્રથમ મંત્રમાં જણાવાયું છે કે “સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકનાથ, ત્રિલોકમહિત, ત્રિલોકપૂજ્ય, ત્રિલોકેશ્વર અને ત્રિલોકોદ્યોતકર એવા સર્વ અરિહંત ભગવંતો પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ તથા ઋષભાદિ ચોવીસ તીર્થંકરો જે સ્વરૂપથી શાંત છે તે-સર્વને શાંતિ કરનારા થાઓ !'
* “આશીર્નનક્રિય વસ્તુર્વેિશો ત્રાડપિ તમુરમ્ !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org