________________
૪૬૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
૧. રોહિણી-પુણ્ય-બીજને ઉત્પન્ન કરે, તે રોહિણી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથમાં જપમાલા અને બાણ છે તથા ડાબા હાથમાં શંખ અને ધનુષ્ય છે. તેનો વર્ણ શ્વેત છે, તેનું વાહન ગાય છે અને તેનો મંત્ર *૩ યાં રોહિગ્યે દ્વં નમ:' છે. આવશ્યકચૂર્ણિમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ, ગૌરી અને ગાંધારી એ ચાર મહાવિદ્યાઓ કહેલી છે. વસુદેવહિંડીમાં પણ રોહિણીનો વિદ્યા તરીકે ઉલ્લેખ આવે છે.
૨. પ્રજ્ઞપ્તિ-જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે, તે પ્રજ્ઞપ્તિ. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ શક્તિ અને વરદ મુદ્રા-વાળા છે તથા ડાબા હાથ બીજોરા અને શક્તિથી યુક્ત છે. તેનો વર્ણ શ્વેત છે. તેનું વાહન મયૂર છે અને તેનો મંત્ર ·૩ રાં પ્રજ્ઞÊ માં નમ:' છે. ચતુ તથા આ. દિ.ના અભિપ્રાયથી આ દેવીને બે હાથ છે, તેમાં એક હાથમાં શક્તિ અને બીજા હાથમાં કમલ છે તથા તેનો વર્ણ કમલ જેવો પદ્મ (ગુલાબી) છે. આવશ્યકચૂર્ણિ, વસુદેવહિંડી તથા પઉમચરિયમાં પ્રજ્ઞપ્તિનો વિદ્યા તરીકે ઉલ્લેખ આવે છે. ‘વિખ્ખા ય દુનિવારા, નયમ્મા ચૈવ તવ ય પન્નત્તૌ ।'(પ. ચ. ઉ. ૭)
૩. વજ્રશૃંખલા-જેના હાથમાં દુષ્ટને દમન કરવા માટે વજ્રની શૃંખલા છે, તે વજ્રશૃંખલા. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને શૃંખલા-યુક્ત છે અને ડાબા હાથ કમલ અને શૃંખલા-યુક્ત છે. તેનો વર્ણ શંખ જેવો શ્વેત છે, તેનું વાહન પદ્મ અને તેનો મંત્ર ૩ તાં વજ્રશૃકુંભાર્યે હું નમ: ।' છે. આ. દિ.ના અભિપ્રયાથી આ દેવીને બે હાથ છે, તેમાં એક હાથમાં શૃંખલા અનેં બીજા હાથમાં ગદા છે.
૪. વજ્રાંકુશી-જેના હાથમાં વજ્ર અને અંકુશ રહેલાં છે, તે વજ્રકુશી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને વજવાળા છે અને ડાબા હાથ બીજોરા તથા અંકુશવાળા છે. તેનો વર્ણ સુવર્ણ જેવો પીળો છે, તેનું વાહન હાથી છે અને તેનો મંત્ર ‘ૐ વાં વાક્રુશ્ય ૐ નમ:' છે.
૫. અપ્રતિચક્રા-જેના ચક્રની બરાબરી કોઈથી થઈ શકે તેવી નથી, તે અપ્રતિચક્રા. ‘સંતિકર' સ્તવનમાં તેનું નામ ચક્રેશ્વરી જણાવેલું છે. આ દેવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org