Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બૃહચ્છાન્તિ ૦૪૬૩
ચાર હાથ છે અને તે ચારે હાથમાં ચક્ર છે. તેનો વર્ણ વીજળી જેવો છે, તેનું વાહન ગરુડ છે અને તેનો મંત્ર 'ૐ શાં પ્રતિવર્ય ૩ નમ:' છે. ચતુ. તથા આ. દિ.ના અભિપ્રાયથી આ દેવીનો વર્ણ કનક જેવો પીળો છે.
૬. પુરુષદત્તા-પુરુષને વરદાન આપનારી, તે પુરુષદત્તા. આ દેવીને ચાર હાથ છે. તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને ખડુંગવાળા છે અને ડાબા હાથ બીજોરા અને ઢાલવાળા છે. તેનો વર્ણ સુવર્ણ જેવો પીળો છે, તેનું વાહન ભેંસ છે અને તેનો મંત્ર ૐ શાં પુરુષત્તાવૈ મું નમ:' છે. “સંતિક' સ્તવનમાં આ દેવીને નરદત્તા કહી છે.
૭. કાલી-દુશ્મનો પ્રત્યે જે કાલ જેવી છે, તે કાલી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ જપમાલા અને ગદાવાળા છે તથા ડાબા હાથ વજ અને અભય-મુદ્રાથી વિભૂષિત છે. તેનો વર્ણ શ્યામ છે, તેનું વાહન પદ્મ છે અને તેનો મંત્ર % નાં ચૈિ ૐ નમ:' છે.
૮. મહાકાળી-દુશ્મનો પ્રત્યે જે મહાકાલ જેવી છે, તે મહાકાલી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા બે હાથ અલસૂત્ર તથા વજથી શોભે છે અને ડાબા હાથ અભયમુદ્રા અને ઘંટાથી શોભે છે. તેનો વર્ણ તમાલ જેવો અતિશ્યામ છે. તેનું વાહન પુરુષ છે અને તેનો મંત્ર “ૐ હાં મહાક્રાન્ચે ઝરું નમ:' છે. ચતુ. તથા આ. દિના અભિપ્રાયથી તેના એક હાથમાં જપમાલા, બીજા હાથમાં ફળ, ત્રીજા હાથમાં ઘંટ અને ચોથા હાથમાં જ છે.
૯. ગૌરી-જેને દેખવાથી ચિત્ત આકર્ષાય છે, તે ગૌરી. અથવા ગૌરવર્ણવાળી તે ગૌરી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને મુશલથી અલંકૃત છે અને ડાબા હાથ જપમાલા અને કમલથી શોભે છે. તેનો વર્ણ ગૌર કનકના જેવો છે, તેનું વાહન ગોધા એટલે ઘો છે અને તેનો મંત્ર “ઝ ચૂં મૈં હૂં નમ:' છે. ચતુના અભિપ્રાયથી આ દેવીનો વર્ણ લક્ષ્મીદેવીના જેવો પીળો છે. આ દિના અભિપ્રાયથી આ દેવી કુદ્-ઘૂરનિર્મલ્લા-કુન્દ અને કપૂર જેવી શ્વેત છે. ગૌરનો અર્થ પીળો અને શ્વેત એમ બંને થાય છે. સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા અધ્યાયમાં ગૌરી અને ગાંધારીની ગણના વિદ્યા તરીકે કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org