Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
A. ૪૬૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩
૧૦. ગાંધારી-જેનાથી ગંધ ઉત્પન્ન થાય છે, તે ગાંધારી; અથવા જે ગાંધાર-દેશમાં ઉત્પન્ન થયેલી છે, તે ગાંધારી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથે વરદમુદ્રા અને મુસલમાળા છે, તથા ડાબા હાથ અભય-મુદ્રા અને વજવાળા છે, તેનો વર્ણ નીલ છે, તેનું વાહન કમલ છે અને તેનો મંત્ર ૩ઝ આન્ધાર્થે વૃં નમ:' છે.
૧૧. સર્વસ્ત્રમહાજ્વાલા-જેનાં સર્વ અસ્ત્રોમાંથી મોટી જ્વાલાઓ નીકળે છે, તે સર્જાસ્ત્રમહાજવાલા. આ દેવીને બે હાથ છે અને તેમાં ઘણાં શસ્ત્રો રહેલાં છે, તેમાંથી જવાલાઓ નીકળે છે. તેનો વર્ણ ધવલ છે, તેનું વાહન વરાહ છે અને તેનો મંત્ર “૩ નૂ સત્રમાણ્વીનાળે નમ:' છે. આ દેવીને કેટલાક જવાલા, કેટલાક મહાજવાલા અને કેટલાક વાલામાલિની પણ કહે છે. ચતુ.માં આ દેવીનું વર્ણન કરેલું નથી. જવાલામાલિની-દેવીના સ્વતંત્ર કલ્પો મળે છે.
૧૨. માનવી-મનુષ્યની માતા-તુલ્ય, તે માનવી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથો વરદ-મુદ્રા અને પાશવાળા છે તથા ડાબા હાથ જપમાલા અને વૃક્ષની ડાળીવાળા છે. તેનો વર્ણ શ્યામ છે, તેનું વાહન કમલ છે અને તેનો મંત્ર “ૐ વૂ માનÁ નમ:' છે.
૧૩. વૈરોચ્યા-અન્યોન્ય વૈરની શાંતિ માટે જેનું આગમન થાય છે, તે વૈરોચ્યા. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ ખડ્ઝ અને સર્પથી વિભૂષિત છે અને ડાબા હાથ ઢાલ તથા સર્પથી શોભે છે. તેનો વર્ણ શ્યામ છે, તેનું વાહન અજગર છે અને તેનો મંત્ર “ૐ શું વૈરોચ્ચાર્ય મ નમ:' છે.
૧૪. અષ્ણુપ્તા-જેને પાપનો સ્પર્શ નથી, તે અછુપ્તા. આ દેવીને ચાર હાથ છે. તેમાં જમણા હાથમાં ખડગ અને બાણ છે તથા ડાબા હાથમાં ખેટક (ઢાલ) તથા ધનુષ્ય છે. તેનો વર્ણ વીજળી જેવો છે, તેનું વાહન અશ્વ છે અને તેનો મંત્ર “ઝ ગૂં અછુતાર્થ ગૌ નમ:' છે.
૧૫. માનસી- જે ધ્યાન ધરનારાના મનને સાન્નિધ્ય કરે, તે માનસી. આ દેવીને ચાર હાથ છે. તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને વજવાળા છે તથા ડાબા હાથ જપમાલા અને વજથી વિભૂષિત છે. તેનો વર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org