________________
બૃહચ્છાન્તિ ૦૪૮૧
ગોષ્ટિ-ઘુમુલ્યાળામ્-વિદ્વદ્-મંડલીના સભ્યો તથા અગ્રગણ્ય
નાગરિકોનાં.
ગોષ્ઠિ અને પુરમુર્છા તે ષ્ટિ-પુમુ. ગોષ્ઠિ-ગોષ્ઠીનો સભ્ય. પ્રાચીન કાળમાં વિદ્વદ્-મંડળીને ગોષ્ઠી તરીકે ઓળખવાનો રિવાજ પ્રચલિત હતો. વસુદેવહિંડી અંતર્ગત ધમ્મિલ હિંડીમાં લલિત ગોષ્ઠી તથા તેના સભ્યોનો (ગોઠિયા-ભાઈબંધોનો) કેટલોક પરિચય આવે છે. શ્રીહરિભદ્રસૂરિએ છઠ્ઠા ષોડશકના દશમા શ્લોકમાં ગોષ્ટિ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘યૂથપિ ગોષ્ઠિા હૈં'-તમે મારા આ કાર્યમાં (વિદ્વાન) સલાહકારો છો.' પરમુ નગરનો આગેવાન શહેરી કે અગ્રગણ્ય નાગરિક, પ્રાચીન સમયમાં રાજસભામાં બેસનારા અગ્રગણ્ય નાગરિકોને પુરમુખ્ય કે પૌર કહેતા. તેઓ મંત્રીમંડળને પ્રજાહિતના પ્રશ્નોથી વાકેફ કરતા તથા રાજ્યનાં અગત્યનાં કામમાં સલાહ આપતા.
જ્યાહરૌ: -નામોચ્ચાર વડે, નામ બોલવા-પૂર્વક.
વ્યા+હૈં-બોલવું, નામ-પૂર્વક બોલવું, તે પરથી વ્યાહળ એટલે નામોચ્ચાર ‘વ્યાહૌર્નામબ્રહમૈશ્વ ા'-(હ. કી.)
વ્યાહોત્-બોલવી જોઈએ, કહેવી જોઈએ.
શાન્તિમ્-શાંતિ.
અહીં શાન્તિ-શબ્દનો પ્રયોગ શિવ અર્થમાં છે.
(૧૬-૪) આ ગાથા અર્હદ્-અભિષેક-વિધિની છે. (પર્વ ૫, ગાથા ૧૦) તેમાં કોનાં કોનાં નામ-પૂર્વક શાંતિ બોલવી જોઈએ, તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પછીના પરિચ્છેદમાં તે પ્રમાણે જ નામોચ્ચા૨-પૂર્વક શાંતિ બોલાય છે.
(૧૬-૫) શ્રીસંઘ, જગતનાં જનપદો, મહારાજાઓ, રાજાઓનાં નિવાસસ્થાનો, વિદ્-મંડળીના સભ્યો તથા અગ્રગણ્ય નાગરિકોનાં નામ લઈને શાંતિ બોલવી જોઈએ.
પ્ર.-૩-૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org