Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૫૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
અને હ્રાન્તિ અને વૃદ્ધિ અને લક્ષ્મી અને મેથા સ્વરૂપવાળી વિદ્યાનું સાધન તથા પ્રવેશ અને નિવેશન તે શ્રી-ટ્રી-વૃત્તિ મતિ-ીર્તિ-વ્ઝાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી
મેથા-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશન.
શ્રી-શોભા, સૌન્દર્ય. હ્રી-લજ્જા, મર્યાદા.ધૃતિ-ધીરજ, દૃઢતા. મતિવિચાર કરવાની શક્તિ, સંપ્રધારણ સંજ્ઞા, નીર્તિ-કીર્તિ, ખ્યાતિ. ત્તિ-પ્રભા, ઘુતિ. વુદ્ધિ-બોધનશકિત, હિતા-હિતનો વિચાર કરવાની શક્તિ. લક્ષ્મીલક્ષ્મી, સંપત્તિ. મેધા-પ્રજ્ઞા, પ્રતિભા. વિદ્યા-સરસ્વતી, જ્ઞાનરૂપા વિદ્યા. શ્રી, શ્રી, ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ સરસ્વતીની નવ શક્તિઓ છે.
સાધન-મંત્રોપાસના; કોઈ પણ દેવની સાધના કરવાનો સાંગોપાંગ
વિધિ.
છે.
.
પ્રવેશ-પ્રવેશ. અહીં પ્રવેશ-શબ્દથી યોગ-સાધનાનો પ્રવેશ અભિપ્રેત
નિવેશન-સ્થિર થવું તે, મંત્ર-જપમાં બેસવું તે. તાત્પર્ય કે અહીં નિવેશન-શબ્દ મંત્ર-જપમાં બેસવાનો અર્થ દર્શાવે છે.
ભગવતીસૂત્રના અગિયારમા શતકના અગિયારમા ઉદ્દેશમાં મહાબલકુમારના લગ્ન-પ્રસંગની વિધિમાં તેમનાં માતા-પિતાએ પ્રીતિદાન કર્યું હતું, તેમાં આઠ શ્રીની, આઠ હ્રીની, આઠ કૃતિની, આઠ કીર્તિની, આઠ બુદ્ધિની અને આઠ લક્ષ્મીની મૂર્તિઓ આપી હતી અને આ બધી મૂર્તિઓ રત્નની બનાવેલી હતી તેમ જણાવ્યું છે. ‘અટ્ટુ સિરીઓ બટ્ટુ હિરીઓ વં ધિઓ ત્તિીઓ બુદ્ધીમો નછીઓ...સન્ત્રયામણ્ ।' વસુદેવહિંડીના દુખત્તી-કથોત્પત્તિ નામના વિભાગમાં શ્રી જંબૂસ્વામીના જીવનનો પ્રસંગ વર્ણવતાં જણાવ્યું છે કે 'पसत्थे य दिणे पमक्खिओ जंबूनामो विहिणा दारियाउ वि सगिहेसु । ओ महतीए रिद्धीए चंदो विव तारगा- समीवं गओ वधू गिहातिं । ताहिं सहिओ સિરિ-ધિતિ-વિત્તિનછહિ વ નિઞા-મવળ-માતો ।' શુભ દિવસે જંબૂકુમારને વિધિ-પૂર્વક પીઠી ચોળવામાં આવી. કન્યાઓને પણ તેમનાં પિતૃગૃહોમાં પીઠી ચોળવામાં આવી. એ પછી જ્યારે સમૃદ્ધિપૂર્વક જંબૂકુમાર, ચંદ્ર જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org