Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ ૦૩૪૯
શકતા નથી ! આવા વીતરાગ મહાપ્રભુને ફરી ફરીને મસ્તક નમાવવાનું મન કોને ન થાય ? એ વખતે હાજર થયેલા ઋષિઓ, દેવો, દેવીઓ, સહુ કોઈ અત્યંત ભક્તિથી વીતરાગ પ્રભુને નમે છે, પછી પ્રણિધાન-પૂર્વક સ્તુતિસ્તવના કરે છે અને છેવટે ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન-વિધિ સમાપ્ત કરે છે. સ્વર્ગલોકની શ્રેષ્ઠ સુંદરીઓ કે જે અપ્સરાઓ અથવા દેવર્તિકાઓ કહેવાય છે, તે પણ એ જ રીતે વીતરાગ મહાપ્રભુને વંદન કરે છે, તેમની સ્તવના કરે છે અને ત્રણ પ્રદક્ષિણા દઈ સ્વ-સ્થાને જાય છે.
અને આ અપૂર્વ દશ્યથી ચમત્કાર પામેલા મહર્ષિ નંદિષણના મુખમાંથી કેટલાંક શબ્દ-ફૂલો ઝરી પડે છે : “તિતોય-સલ્વ-સત્ત-વંતિક્ષાર' – ત્રિલોકના સર્વ સત્ત્વોને શાંતિ કરનાર, “ સંત-સત્ર-પવિ-તો'–સર્વ પાપ અને દોષો-રોગોને પ્રશાંત કરનાર, સંતિકુત્તમાં નિપ' –ઉત્તમ જિન એવા શાંતિનાથને “સ મટું નમામિ-આ હું વંદન કરું છું.
(ગા. ૩૩-૩૪-૩૫) પછી પરમપુરુષની ભાવના કરતાં મહર્ષિ નંદિષેણ વીતરાગ મહાપ્રભુના દેહ પર નજર કરે છે, ત્યાં અનેક ઉત્તમ લક્ષણો જોવામાં આવે છે. જેમ કે છત્ર, ચામર, પતાકા, યૂપ, યવ, ધ્વજ, મકર, તુરગ, શ્રીવત્સ, દ્વીપ, સમુદ્ર, મંદર, દિગ્ગજ, સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ, ચક્ર વગેરે. પછી તેમનું આંતરિક સ્વરૂપ ચિંતવતાં છેલ્લી ભાવના ભાવે છે. તેઓ “સહી-ના' –સ્વભાવથી સુંદર જણાય છે. “સમ-પટ્ટા' –સમભાવમાં સ્થિર થયેલા જણાય છે. ‘મોસવુ' –કોઈ પણ દોષથી દુષ્ટ થયેલા જણાતા નથી, “ગુર્દ ગિ–ગુણોમાં શ્રેષ્ઠ જણાય છે. અને “પસાથ-સિટ્ટા' –પ્રસાદમાં પણ શ્રેષ્ઠ જણાય છે. એટલે કે અત્યંત પ્રસન્નાવસ્થામાં રહેલા છે. આ પરમપુરુષ ‘તા પુટ્ટા'-તપથી પુષ્ટ છે, “સિપીર્દિ ઠ્ઠા'-શ્રીઓને ઈષ્ટ છે એટલે કે-દર્શનશ્રી, જ્ઞાનશ્રી, ચારિત્રથી વગેરે જુદી જુદી અનેક શ્રીઓ તેમનામાં રહેલી છે. અને આ જ કારણે તેઓ જગતના સર્વે ઋષિ-મહર્ષિઓમાં શ્રેષ્ઠ છે. પૂજ્ય શ્રી અજિતનાથ અને પૂજ્ય શ્રી શાંતિનાથ આવા પરમપુરુષો છે, સિદ્ધો છે, બુદ્ધો છે. તેમણે બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યા વડે પોતાનાં સર્વ પાપો ધોઈ નાખેલાં છે અને તેઓ સર્વ લોકોને હિતનું મૂલ બતાવનાર છે.' આ રીતે બંને તીર્થકરોની પરમપુરુષ તથા સિદ્ધ તરીકેની ભાવના કર્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org