Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૪૧૭
ત્રીજી ગાથામાં “ચતુષ્પટ-બંધ હોવાથી ચિત્ર અલંકાર છે; ચોથી ગાથામાં દીપિકા-બંધ,' “વાપિકાબંધ” અને “મંગલકલશ બંધ હોવાથી ‘ચિત્ર' અલંકાર છે; સોળમી ગાથામાં “ગુચ્છ-બંધ હોવાથી “ચિત્ર' અલંકાર છે; સત્તરમી ગાથામાં “વૃક્ષ-બંધ હોવાથી “ચિત્ર' અલંકાર છે; એકવીસમી ગાથામાં ‘ષદલ કમલ-બંધ' હોવાથી ‘ચિત્ર” અલંકાર છે; અને ચોત્રીસમી ગાથામાં “અષ્ટદલ કમલ-બંધ હોવાથી ‘ચિત્ર” અલંકાર છે. (ચિત્ર-બંધો અલંકારના છેડે આપવામાં આવ્યા છે.)
પુનરુક્તવદાભાસ જે શબ્દોમાં વાસ્તવિક એકાર્થતા ન હોય પણ એકાર્થ જેવો ભાસ હોય, ત્યાં “પુનરુક્તવદાભાસ” અલંકાર ઉત્પન્ન થાય છે.
પાંચમી ગાથામાં “જિરિયા-વિદિ' પદો વડે, ચૌદમી ગાથામાં ‘ય, સુદ્ધ, ઘવત' પદો વડે. ઓગણીસમી ગાથામાં “દિગ્વિય' પદો વડે અને ચાળીસમી ગાથામાં “Úમય, કુતિય, વન’ પદો વડે ‘પુનરુક્તવદાભાસ” અલંકાર છે.
(અર્થાલંકાર) ઉપમા કાવ્યાનુશાસનમાં ઉપમાલંકારનું લક્ષણ ‘ાં સાથyપના'ઉપમાન અને ઉપમેયનું આહલાદકારી સામ્ય તે ઉપમા” એવું દર્શાવવામાં આવ્યું છે.
નવમી ગાથામાં શ્રી અજિતનાથ ભગવાનના દેહનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-“વસ્થિ-પત્થ-વસ્થિત્ર-સંચય'-ઉત્તમ હાથીના કુંભસ્થળસમાન પ્રશસ્ત અને વિસ્તીર્ણ સંસ્થાનવાળા. અહીં ઉત્તમ હાથીનું કુંભસ્થળ એ ઉપમાન છે અને સંસ્થાન એ ઉપમેય છે. “મતિ-નીતીયાળવરાંધલ્થિપત્થાપ-પસ્થિ’ –મદ ગળતા અને લીલાએ ચાલતા શ્રેષ્ઠ ગંધહસ્તિના જેવી ગતિએ ચાલતા. અહીં મદ ગળતા અને લીલાએ ચાલતા શ્રેષ્ઠ ગંધહસ્તિની ગતિ એ ઉપમાન છે અને ભગવાનની ચાલ ઉપમેય છે. “સ્થિ-હલ્થ-બીદું-હાથીની સૂંઢ જેવા હાથવાળા. અહીં હાથીની સૂંઢ એ ઉપમાન છે અને ભગવાનના બાહુહાથ એ ઉપમેય છે. “વંત [T-ય-નિવ-પિંગ-તપાવેલા સોનાની કાંતિ જેવા સ્વચ્છ પીતવર્ણવાળા. અહીં તપાવેલા સોનાની કાંતિનો સ્વચ્છ અને પીતવર્ણ ઉપમાન છે અને ભગવાનના દેહની કાંતિ ઉપમેય છે. તેરમી ગાથામાં પ્ર.-૩-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org