________________
અજિત-શાંતિ-સ્તવ૦૪૧૫
કલિકાલ-સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં શબ્દાલંકારના છ પ્રકારો તથા અર્થાલંકારના ૨૯ પ્રકારો માનેલા છે, તે આ પ્રમાણે :
શબ્દાલંકાર (૧) અનુપ્રાસ, (૨) યમક, (૩) ચિત્ર, (૪) શ્લેષ, (૫) વક્રોક્તિ અને (૬) પુનરુક્તવદાભાસ.
' અર્થાલંકાર (૧) ઉપમા, (૨) ઉત્પા , (૩) રૂપક, (૪) નિદર્શન, (૫) દીપક, (૬) અન્યોક્તિ, (૭) પર્યાયોક્ત, (૮) અતિશયોક્તિ, (૯) આક્ષેપ, (૧૦) વિરોધ, (૧૧) સહોક્તિ, (૧૨) સમાસોક્તિ, (૧૩) જાતિ, (૧૪) વ્યાજસ્તુતિ, (૧૫) શ્લેષ, (૧૬) વ્યતિરેક, (૧૭) અર્થાન્તરવાસ, (૧૮) સસન્ટેહ, (૧૯) અપહુતિ, (૨૦) પરાવૃત્તિ, (૨૧) અનુમાન, (૨૨) મૃતિ, (૨૩) ભ્રાન્તિ, (૨૪) વિષમ, (૨૫) સમ (૨૬) સમુચ્ચય,(૨૭) પરિસંખ્યા, (૨૮) કારણ-માલા અને (૨૯) સંકર. અન્ય આચાર્યોએ અલંકારોની સંખ્યા ન્યૂનાધિક માનેલી છે. કુવલયાનંદમાં અપ્પય દીક્ષિતે ‘રૂલ્ય તમતક્રા?' કહીને તેની સંખ્યા સોની માનેલી છે.
અનુપ્રાસ વ્યંજનની આવૃત્તિ “અનુપ્રાસ' કહેવાય છે. તેના મુખ્ય ભેદો ચાર છે. (૧) છે કાનુપ્રાસ, (૨) વૃજ્યનુપ્રાસ, (૩) શ્રુત્યનુપ્રાસ અને (૪) લાટાનુપ્રાસ. જેમાં સમાન વર્ણોની આવૃત્તિ થાય, તે છેકાનુપ્રાસ” કહેવાય છે, એક વર્ણની અનેક વાર આવૃત્તિ થાય, તે “વૃજ્યનુપ્રાસ' કહેવાય છે. કાનને મધુર લાગે તે રીતે તાલવ્ય અને દત્યાદિ વર્ણોની આવૃત્તિ થાય, તે શ્રુત્યનુપ્રાસ” કહેવાય છે અને શબ્દની પુનઃ પુનઃ આવૃત્તિ થાય, તે “લાટાનુપ્રાસ' કહેવાય છે. કેટલાકના મતથી અંતમાં સમાન વર્ણ આવતાં અંત્યાનુપ્રાસ બને છે. પ્રસ્તુત કાવ્યમાં આ પાંચે અનુપ્રાસો જોવામાં આવે છે.
પહેલી ગાથામાં ય મ પની આવૃત્તિ થવાને લીધે “છેકાનુપ્રાસ' છે. બીજી ગાથામાં વની આવૃત્તિ થવાને લીધે છેકાનુપ્રાસ' છે; તથા પાંચમી ગાથામાં અને ની આવત્તિ થવાને લીધે છેકાનુપ્રાસ છે. આ રીતે ૬, ૯, ૧૦, ૧૧, ૧૫, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org