________________
૪૧૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
૩૨, ૩૫, ૩૬ અને ૩૭મી ગાથામાં જુદા જુદા વર્ગોની આવૃત્તિ થવાને લીધે ‘છેકાનુપ્રાસ’ છે. ચોથી
ગાથામાં
અને તની અનેક વાર આવૃત્તિ થવાથી ‘વૃત્ત્વનુપ્રાસ’ છે; સાતમી ગાથામાં ર્ અને ય ની અધિક આવૃત્તિ થવાથી નૃત્યનુપ્રાસ છે અને નવમી ગાથામાં થ, વ અને મની અધિક આવૃત્તિ થવાથી ‘વૃત્ત્વનુપ્રાસ’ છે. આ જ રીતે ગાથા ૧૪, ૧૯, ૨૧, ૨૬, ૩૪માં જુદા જુદા વર્ણોની અનેક વાર આવૃત્તિ થવાને લીધે ‘વૃત્ત્વનુપ્રાસ’ છે.
ત્રીજી ગાથામાં ન (તાલવ્ય), ય (તાલવ્ય), અને સ(દંત્ય)ની આવૃત્તિ થવાથી ‘શ્રુત્યનુપ્રાસ’ છે. ચોવીસમી ગાથામાં । (તાલવ્ય), ण (મૂર્ધન્ય), પ, મેં અને (ઔષ્ટ્ય)ની આવૃત્તિ થવાથી ‘શ્રુત્યનુપ્રાસ' છે ચોવીસમી ગાથામાં મેં (ઔષ્ચ). અને (મૂર્ધન્ય) તથા ય(તાલવ્ય)ની આવૃત્તિ થવાથી ‘શ્રુત્યનુપ્રાસ’ છે.
આઠમી ગાથામાં ઉત્તમ અને સંતિ શબ્દોની આવૃત્તિ થવાથી ‘લાટાનુપ્રાસ’ છે. સત્તરમી ગાથામાં ગુળેહિ પાવણ્ ન ત તથા નવ-સરય એ શબ્દોની આવૃત્તિ થવાથી ‘લાટાનુપ્રાસ’ છે.
ગાથા ૨, ૪, ૨૦, ૨૫, ૨૬, ૩૦ તથા ૩૧માં અંત્યાનુપ્રાસ છે.
મક
સમાન છતાં ભિન્ન અર્થોવાળા શબ્દોની આવૃત્તિ થવાથી ‘ધમક’ નામનો અલંકાર ઉત્પન્ન થાય છે. (તેના અનેક ભેદ-પ્રભેદો આચાર્યોએ માનેલા છે.)
ત્રીજી ગાથામાં ‘અનિય-સંતીનું' એ પદ ત્રીંજા અને ચોથા પાદમાં ભિન્નાર્થક હોવાથી યમક અલંકાર છે. બારમી ગાથામાં ‘તિ' પદ ચારે ચરણમાં ભિન્નાર્થક હોવાથી યમક અલંકાર છે. સોળમી ગાથામાં ‘અનિય’ પદ ચારે ચરણમાં ભિન્નાર્થક હોવાથી ‘યમક' અલંકાર છે. આ પ્રમાણે ૨૦, ૨૧, ૩૨, ૩૫, ૩૭ તથા ૩૮મી ગાથામાં પણ જુદા જુદા ‘યમક' અલંકારો છે. ચિત્ર
જ્યાં વર્ષોની વિશિષ્ટ રચનાથી ખડ્ગાદિ ચિત્રનો બંધ થતો હોય, ત્યાં ‘ચિત્ર' અલંકાર ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org