________________
૪૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ઉત્તરાર્ધમાં વિદ્યમાન શ્રીજિનપ્રભસૂરિએ શ્રી શત્રુંજય તીર્થ-કલ્પમાં જણાવ્યું છે કે
श्रीनेमिवचनात् यात्रागतः सर्वरुजापहम् । नंदिषेणगणेशोऽत्राजित-शान्तिस्तवं व्यधात् ।।
શ્રીનેમિનાથનાં વચનથી યાત્રાએ ગયેલા શ્રીનંદિષેણ ગણધરે સર્વ રોગોને હરનાર અજિત-શાંતિ-સ્તવ અહીં (શત્રુંજયમાં) રહીને બનાવ્યો.
વળી તેમણે આ સ્તવ પર રચેલી “બોધ-દીપિકા' નામની ટીકામાં જણાવ્યું છે કે “ળિશેદ શ્રેણિપુત્રો નેમિકાથરો વા, ળિપુત્રોચો વી कश्चिन्महर्षिर्न सम्यगवगम्यते, केचित् त्वाहुः श्रीशत्रुञ्जयान्तर्गुहायामजित-शान्तिनाथौ वर्षारात्रमवस्थितौ, तयोश्चैत्यद्वयं पूर्वाभिमुखं जातमनुपमसर: समीपेऽजितचैत्यं च मरुदव्यन्तिके शान्तिचैत्यं, श्रीनेमिनाथ-गणधरेण नन्दिषेणाख्येन नेमिवचनात् તીર્થયાત્રોજેન તત્રાતિશાન્તિસ્તવવના કૃતિ || નંદિષેણ તે શ્રેણિક-પુત્ર નંદિષેણ કે શ્રી નેમિનાથના ગણધર નંદિષણ અથવા શ્રેણિકપુત્ર નંદિષેણ કે બીજા કોઈ નંદિષેણ મહર્ષિ તે બરાબર સમજી શકાતું નથી. કેટલાક તો કહે છે કે શ્રી શત્રુંજય પર્વતની ગુફામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાન વર્ષારાત્ર (ચોમાસું) રહ્યા હતા, ત્યાં તે બંનેનાં પૂર્વાભિમુખ ચૈત્યો થયાં. તેમાં “અનુપમ' સરોવરની નજીક શ્રી અજિતનાથનું ચૈત્ય હતું અને મરુદેવી-માતાના સ્થાનની નજીક શ્રી શાંતિનાથનું ચૈત્ય હતું, ત્યાં શ્રીનેમિનાથભગવાનનાં વચનથી તીર્થયાત્રાએ આવેલા શ્રીનંદિષેણ નામના ગણધરે અજિત-શાંતિ-સ્તવની રચના કરી છે પરંતુ આ સ્તવમાં આવતા શબ્દોને બરાબર મળતા પાઠો ભગવતીસૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર, રાયપૂસેણઈય સૂત્ર, જીવાભિગમ સૂત્ર, આવશ્યક સૂત્ર વગેરેમાં આવે છે, તેથી એમ માનવાને કારણ મળે છે કે આ સ્તવના રચયિતા મહર્ષિ નંદિષેણ પ્રભુ મહાવીરના શાસનમાં રચાયેલા આગમોના પરમજ્ઞાતા હતા અને તેથી તેમના શાસનમાં થયેલા હોવા જોઈએ.
શ્રીભગવતીસૂત્રના બારમા શતકના પાંચમા ઉદેશમાં કહ્યું છે કે “સે केणतुणं भंते ! एवं वुच्चइ नरदेवा नरदेवा ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org