Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૪૭ એવા શ્રી શાંતિનાથ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરે છે.
(ગા. ૨૫-૨૬-૨૭-૨૮) જેમ દેવોએ વિશિષ્ટતાપૂર્વક નમસ્કાર કર્યો, તેમ દેવીઓ પણ પ્રભુને વિશિષ્ટ વંદન કરવાને આવે છે. એ વખતનું દશ્ય કેવું અપૂર્વ હોય છે ? આકાશમાં વિચરનારી, પુખ નિતંબો અને ભરાવદાર સ્તનો વડે શોભતી, કલા-યુક્ત-સકલ-કમલ-પત્રનાં જેવાં નયનોવાળી, દેવાંગનાઓ રૂમઝૂમ કરતી અવનિ પર ઊતરે છે ! તેમના દેહ દેદીપ્યમાન છે અને તેઓ મનોહર વસ્ત્રાભરણોથી અલંકૃત છે. કપાલમાં તિલક છે, આંખમાં કાજલ છે, કપોલ અને સ્તન-પ્રદેશ પર પત્રલેખાઓ ચીતરેલી છે, હાથમાં ટીપકીવાળાં કંકણ છે, કમ્મર પર કટિ-મેખલા તથા કલાપ છે અને પગમાં ઘૂઘરીવાળાં નૂપુર છે. તેમની ચાલમાં મનોહર હંસલીની ગતિ છે. એ હંસ-ગતિએ ચાલતી તેઓ અહલ્સમીપે આવે છે અને અત્યંત ભક્તિભાવથી પોતાના લલાટને ભૂમિએ લગાડીને વંદન કરે છે. આ અતિ મોહક દશ્ય છે, પરંતુ શ્રી અજિતનાથ ભગવાને મોહને જીતેલો હોવાથી તથા કર્મના સર્વ ક્લેશોનો નાશ કરેલો હોવાથી તેઓ સ્વ-ભાવમાં જ મગ્ન રહે છે. આવા અચલ, અકંપ, સ્વભાવ-મગ્ન ભગવાનને નમવાનું દિલ કોને ન થાય ? એટલે મહર્ષિ નંદિષેણ તેમને મન, વચન અને કાયાના પ્રણિધાન-પૂર્વક નમસ્કાર કરે છે અને ધન્ય દેવાધિદેવ ! ધન્ય વિતરાગપ્રભુ !' એવી અવ્યક્ત વાણી ઉચ્ચારે છે.
(ગા. ર૯-૩૦-૩૧-૩૨) આ શબ્દો ઉચ્ચારતાં જ તેમના અતઃપ્રદેશમાં પ્રકાશ થાય છે અને તે પ્રકાશમાં તેઓ વીતરાગતાનું અપૂર્વ અને અનુપમ દૃશ્ય જોવા લાગે છે : સ્વર્ગલોકની શ્રેષ્ઠ સુંદરીઓ–અપ્સરાઓ રંભા, રામા, તારા, તિલોત્તમા, મેનકા, મહાચિત્તા, સુરસા, સુવાતા, સહજન્યા, સુવપુ, અદ્રિકા, ઊર્વશી જે હમણાં સુધી દેવતાઓને ઉત્તમ પ્રકારની પ્રીતિ ઉપજાવવા માટે શુંગાર-ભાવનાથી ભરપૂર હતી, તેમનાં હૃદયમાં પણ વીતરાગ મહાપ્રભુ પ્રત્યે ભક્તિભાવ જાગ્રત થાય છે અને તે એટલા જોરથી જાગ્રત થાય છે કે સ્વર્ગ-લોકના સર્વ સુખ-ભોગોને બાજુએ મૂકીને સપાટાબંધ અવનિ પર ઊતરી આવે છે અને પોતાને અત્યંત પ્રિય એવા સંગીત વડે સ્તવનાની શરૂઆત કરે છે. સંગીતમાં વાદન હોય, ગાયન હોય, નૃત્ય હોય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org