________________
૩૪૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
આવે છે અને તીર્થંકર પ્રભુને નમસ્કાર કરી પરમ આહ્લાદ અનુભવે છે. પછી દેવો આવે છે, જેમની સંખ્યા ગણી શકાય તેવી હોતી નથી, એટલે શત-કોટિ કહીને સંતોષ માનવો પડે છે; અને છેલ્લે આવે છે શ્રમણસંઘ, તે વિધિ-પૂર્વક વંદન કરીને તેમનો પરમ ગુરુ તરીકે સ્વીકાર કરે છે અને પોતાનાં સમસ્ત જીવન તેમનાં ચરણે ધરે છે. આ અભિનવ દશ્ય જોઈને મહર્ષિ નંદિષેણ ‘અક્ષય’-ભય-રહિત, ‘અળદ’-પાપ રહિત, ‘ગણ્ય'-કર્મરહિત, ‘અય’-રોગ-રહિત, ‘અનિત'-રાગ અને દ્વેષ-રહિત એવા શ્રીઅજિતનાથ પ્રભુને પ્રણિધાન-પૂર્વક પ્રણામ કરે છે.
(ગા. ૨૨-૨૩-૨૪) આ રીતે મહર્ષિ નંદિષેણ શ્રીશાંતિનાથ ભગવાનની પદસ્થ ભાવના ભાવે છે અને જાણે સર્વ બનાવ નજર સમક્ષ જ બનતો હોય તેવી રીતે તેનું ચિત્ર ખડું કરે છે. આકાશમાં દેવો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા છે. તેમાંના કોઈ ઉત્તમ વિમાનોમાં બેઠેલા છે, કોઈ દિવ્ય રથમાં આરૂઢ થયેલા છે, તો કોઈએ ઉત્તમ જાતિના અશ્વો પર આરોહણ કરેલું છે. સહુને દેવાધિદેવનાં દર્શન કરવાના કોડ છે. સર્વેને અલૌકિક અર્હત્નાં અર્ચન કરવાની અભિલાષા છે; તેથી ઉત્તમ કંચન અને રત્નનાં આભૂષણો પહેરેલાં છે કે જે તેમની સ્વાભાવિક દ્યુતિમાં અનેરો ઉમેરો કરે છે. વળી તેઓ ભક્તિના પૂર્ણ રંગમાં છે, એટલે પરસ્પરના વૈરભાવને ભૂલી ગયા છે અને જલદી નીચે ઊતરવાના એકમાત્ર વિચારથી ઝડપી પ્રયાણ કરે છે.
આકાશનો માર્ગ સાંકડો થતો જણાય છે, પણ તેની તેઓ પરવા કરતા નથી. ગમે તે પ્રકારે માર્ગ કાઢીને તેઓ સત્વર અવનિ પર ઊતરે છે. તે વખતે તેમનું દૃશ્ય જોવા જેવું હોય છે. કાનનાં કુંડલ, બાહુ પરના બાજુબંધ અને માથા પરના મુગટો ઘુમિય-સ્તુતિય-ચત્ત-એટલે ક્ષુભિત, લોલિત અને ચલ બને છે. આવા દેવો ભક્તિવશાત્ અર્ધવનત બનીને તથા બે હાથની અંજલિ મસ્તકે જોડીને અર્હત્પ્રભુની સમીપે આવે છે અને તેમને મસ્તક નમાવીને પ્રણામ કરે છે. પ્રણામનું-નમસ્કારનું આવું અનેરું દશ્ય જોઈને કોને નમસ્કાર કરવાનું દિલ ન થાય ? મહર્ષિ નંદિષણનું દિલ આ જ વખતે નમસ્કાર કરવા તત્પર બને છે અને તેઓ રાગ, દ્વેષ, ભય અને મોહથી વર્જિત, દેવ, દાનવ અને નરેંદ્રોથી વંદિત, શ્રેષ્ઠ તપસ્વી તથા મહામુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org