Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૬૭
પાંચમો લઘુ નથી અને છઠ્ઠો ગુરુ નથી, એટલે આ સુધારો પાછળથી થયો છે તેમ માનવાને કારણ મળે છે. પરંતુ આ ધોરણમાં પણ કાલક્રમે સુધારો થયો છે અને તેના બીજા તથા ચોથા પાદનો સાતમો અક્ષર લઘુ રાખવો તેવું ધોરણ સ્વીકારાયેલું છે, જેનું પ્રમાણ આપણને મહર્ષિ નંદિતાત્યના ગાહાલક્ષ્મણમાંથી પ્રાપ્ત થાય છે :
पंचम लहुयं सव्वं, सत्तमं दु-चउत्थए । छटुं पुण गुरुं सव्वं, सिलोयं बिंति पंडिया ॥१५॥
ચારે પાદમાં પાંચમો અક્ષર લઘુ હોય, છઠ્ઠો અક્ષર સર્વત્ર ગુરુ હોય અને દ્વિતીય તથા ચતુર્થ પાદમાં સાતમો અક્ષર લઘુ હોય, તેને પંડિતો શ્લોક' કહે છે.
આવું જ લક્ષણ સંસ્કૃત સાહિત્યમાં સહજ વિશેષતા સાથે મળે છે. "श्लोके षष्ठं गुरु ज्ञेयं, सर्वत्र लघु पञ्चमम् । द्वि-चतुष्पादयोईस्वं, सप्तमं दीर्घमन्ययोः ।। -શ્રુતબોધ. ૧૦.
શ્લોકમાં સર્વત્ર છઠ્ઠો અક્ષર ગુરુ અને પાંચમો અક્ષર લઘુ જાણવો, બીજા અને ચોથા પાદનો સાતમો અક્ષર લઘુ જાણવો અને પહેલા તથા ત્રીજા પાદનો સાતમો અક્ષર ગુરુ જાણવો.
કવિ ક્ષેમેન્દ્ર સુવૃત્તતિલકમાં કહ્યું છે કે : "पञ्चमं लघु सर्वेषु, सप्तमं द्वि-चतुर्थयोः । गुरु षष्ठं च सर्वेषामेतत् श्लोकस्य लक्षणम् ॥ असंख्यो भेदसंसर्गादनुष्टुप् छन्दसां गणः । તત્ર નક્ષ્યાનુસારેખ, શ્રવ્યતાથી પ્રધાનતા છે''
-પ્રથમ વિશ્વાસ, શ્લોક ૧૪-૧૫. સર્વત્ર પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો ગુરુ તથા બીજા અને ચોથા ચરણનો સાતમો અક્ષર લઘુ એ શ્લોકનું લક્ષણ છે.
ભેદ-વિશેષથી અનુપુછંદોનો સમુદાય અસંખ્ય છે. તેમાં લક્ષ્ય અનુસાર શ્રવ્યતાની પ્રધાનતા જાણવી. તાત્પર્ય કે સાંભળવામાં મધુર લાગે તે પ્રમાણે અક્ષર-યોજના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org