Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૭૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સાદું ર૪, નીયં ર૬, સિલ્તોય ર૬.” એટલે તેમાં ગીતિકા અથવા ગીત વધારે છે. જબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિના બીજા વક્ષસ્કારના ત્રીસમા સૂત્રમાં ૭૨ કલાનાં નામોમાં આ જ ક્રમ સચવાયેલો છે એટલે પ્રાચીન કાળમાં ગાહા અને સિલોગની જેમ માગહિઆ પણ ખૂબ જ લોકપ્રિય છંદ હતો એવો નિશ્ચય થાય છે.
ભોજદેવે સરસ્વતીકંઠાભરણમાં માગધિકાનું ઉદાહરણ આપેલું છે.*
શ્રીજિનપ્રભસૂરિએ બોધદીપિકામાં આ છંદનું લક્ષણ નીચે પ્રમાણે જણાવ્યું છે :
विसमेसु दोन्नि टगणा, समेसु पो टो तओ दुसु वि जत्थ । लहुओ कगणो लहुओ, कगणो तं मुणह मागहिअं ॥
વિષમ પાદમાં એટલે પહેલા અને ત્રીજા પાદમાં પ્રથમ બે ટગણ (ચતુષ્કલ) હોય અને સમપાદમાં એટલે બીજા અને ચોથા પાદમાં પ્રથમ પગણ (ષકલ) હોય. ત્યારબાદ વિષમ અને સમ બંનેમાં અનુક્રમે લઘુ, કગણ (ગુરુ), લઘુ અને કગણ (ગુરુ) આવે તેને માગધિકા છંદ કહે છે.
આ લક્ષણ કવિદર્પણના પાંચમા ઉલ્લાસમાં વેયાલિયનું જે લક્ષણ આપ્યું છે, તેને બરાબર મળતું આવે છે. જેમ કે
विसमे छ कला समे, वसु वेयालियं रो-ल-गा तओ । अट्ठसु छलहू निरन्तरा, दुसु वि कला न समा पराणुगा ॥
વિષમ પાદમાં છ કલા અને સમપાદમાં આઠ કલા પછી રગણ તથા લઘુ-ગુરુ આવે. આઠ કલામાં છ કલાઓ નિરંતર લઘુ આવે અને બીજી, ચોથી, છઠ્ઠી કલા તેની પછીની કલામાં ભેગી ન આવે. અર્થાતુ બીજી અને ત્રીજી, ચોથી અને પાંચમી, છઠ્ઠી અને સાતમી એમ કલાઓ ભેગી ન થાય,
અન્ય છંદ-શાસ્ત્રોમાં વેયાલિય (વૈતાલિક) અથવા અપરવકત્રનું લક્ષણ નીચે પ્રમાણે આપ્યું છે :
પ્રથમ પાદ ૬ + 1 ગણ (ડ , હ) + + = ૧૪ માત્રા
* “શ-માન-મંશ-પાન, ૫-દિશ-વશદિ વિહે !
ળ વ fપમ શોfકે, વનિ-શદ્દે શયને ફુવી રૂાપૃ. ૧૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org