________________
૩૬૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સુવૃત્તતિલકમાં બીજા વિન્યાસમાં તેણે કહ્યું છે કે : अनुष्टुप् छन्दसां भेदे, कैश्चित् सामान्यलक्षणम् । यदुक्तं पञ्चमं कुर्याल्लघु षष्ठं तथा गुरु ||४|| તત્રાઘ્યનિયમો દૃષ્ટ:, પ્રબન્ધે મહતાપિ 1 तस्मादव्यभिचारेण श्रव्यतैव गरीयसी ॥५॥ यथा कालिदासस्य
तदन्वते शुद्धिमति, प्रसूतः शुद्धिमत्तरः । दिलीप इति राजेन्दुरिन्दुः क्षीरनिधाविव ॥
અનુષ્ટુપુ-છંદોના ભેદનું સામાન્ય લક્ષણ એમ કહેવાયું છે કે પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ જોઈએ; પરંતુ મહાકવિઓની રચનામાં પણ આ નિયમનું યથાર્થ પાલન થયેલું જોવામાં આવતું નથી. તેથી નિઃશંકપણે શ્રવ્યતા એ જ પ્રધાન છે. તે માટે મહાકવિ કાલિદાસનું ઉદાહરણ આપીને જણાવ્યું છે કે તેના પ્રથમ પાદમાં પાંચમો અક્ષર લઘુ નથી અને છઠ્ઠો ગુરુ નથી. આ પ્રમાણે સિલોગો અથવા શ્લોકનું કાલક્રમે પરિવર્તન પામતું સ્વરૂપ ચાર પ્રકારનું જણાય છે :
(૧) ત્રણ ચરણ આઠ અક્ષરનાં, ચોથું ચરણ આઠ કે નવ અક્ષરનું. (૨) ચારે ચરણ આઠ અક્ષરનાં.
(૩) ચારે ચરણ આઠ અક્ષરનાં, તેમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો ગુરુ. (૪) ચારે ચરણ આઠ અક્ષરનાં, તેમાં પાંચમો અક્ષર લઘુ, છઠ્ઠો અક્ષર ગુરુ, બીજા તથા ચોથા પાદનો સાતમો અક્ષર લઘુ અને પહેલા તથા ત્રીજા પાદનો સાતમો અક્ષર દીર્ઘ.
પ્રમાણે :
આ સ્વરૂપમાંથી ત્રીજું સ્વરૂપ ત્રીજી ગાથાને લાગુ પડે છે. તે આ
सव्व दुक्ख प्प सं ती णं
ગા લ ગા ગા લ ગા ગા ગા
૧
૨ ૩ ૪ ૫
Jain Education International
n =
ૐ )
.
For Private & Personal Use Only
www.jainelibrary.org