________________
૩૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તેઓ જણાવે છે કે આ રીતે મેં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની અનેકવિધ ભક્તિ અને ભાવના વડે સ્તવના કરી છે અને તેનાં ફલરૂપે એક જ વસ્તુ ઇચ્છું છું કે તે બંને તીર્થકરો મને શિવ-સુખ આપનારા થાઓ.
ભક્તિનો વેગ હોય છે, ત્યાં ભાષા પણ આવે છે અને તે અનેક પ્રકારની સુંદરતાને પોતાની સાથે લેતી આવે છે; તેથી જ મહર્ષિ નંદિષણની ભાષામાં યમકો અને અનુપ્રાસો સ્થળે સ્થળે ગોઠવાઈ ગયેલા છે અને છંદોએ પણ પોતાને યોગ્ય સ્થાન લઈ લીધેલું છે. રસની ધારા પહેલેથી જ વહેવા લાગી છે અને તે અખંડપણે ચાલી આવી છે. તે વખતે નિગ્રંથ મહામુનિઓ અદ્ભક્તિનું સ્વરૂપ જે રીતે સમજયા હતા અને તેનું આચરણ કરતા હતા, તેનો કેટલોક ખ્યાલ મહર્ષિ નંદિષેણના આ કાવ્ય દ્વારા આપણને મળી રહે છે.
(ગા. ૩૬-૩૭-૩૮) તેમણે સ્તવની પ્રતિજ્ઞા કરતાં જણાવ્યું હતું કે હું વવાય-માન-માવે' –અશોભન-ભાવથી રહિત-મંગલમય વિત્ત તવ નિમત્ત-સહાવે'-વિપુલ તપથી નિર્મલ સ્વભાવને પ્રાપ્ત થયેલા અને નિર્વમહUમાવે'–નિરુપમ માહાસ્યવાળા “સુવિઠ્ઠ-સન્માવે' -સર્વજ્ઞોનું સ્તવ કરીશ. આ પ્રતિજ્ઞા તેમણે બરાબર પાળી છે. તેમણે “સબૂકુવરquસંતી,' “સબૂ-પાવપરંતi,“મમાં,’ ૩Mé' “મ' વગેરે પદો વડે તેમના મંગલ સ્વરૂપને દર્શાવ્યું છે. “મહામુળી,' “ગિજુત્તમ ઉત્તમ-નિત્તમ-સરં-ઘર,' “મુત્તમ વગેરે વિશેષણો વડે તેમનાં વિપુલ તપને દર્શાવ્યું છે. વમદ્દવ વંતિ-વિમુત્તસમાહિ-નિર્દ' “fa -તા, “વિદુય-યા' વગેરે પદો વડે તેમના નિર્મલ સ્વભાવને દર્શાવ્યો છે, તથા “સેવ-ટ્રાઈવિ-ચંદ્ર-સૂર-વંદ્ર' આદિ અનેક વિશેષણો વડે તેમના નિરુપમ પ્રભાવનું વર્ણન કર્યું છે. આ રીતે તેમણે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરેલી હોવાથી જણાવે છે કે તપો-લક્ષણથી વિપુલ, કર્મના રજ-મલથી રહિત અને વિપુલ એટલે મોક્ષ ગતિને પામેલા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું યુગલનું મેં આ રીતે સ્તવન કર્યું છે, તે યુગલ બહુ-ગુણવાળું છે અને પરમ મોક્ષ-સુખ આપીને સર્વ વિષાદને દૂર કરનારું છે, તેથી હું ઇચ્છું છું કે તે મારો સર્વ વિષાદ દૂર કરો અને મને પરિવિઝ-અપરિગ્નાવિક એટલે કર્મ-બંધનથી રહિત કરનારો પ્રસાદ આપો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org