Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૫૧ જેથી હું શિવ-સુખનો અનુભવ કરી શકું. છેવટે તેઓ જણાવે છે કે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું તે યુગલ આ સ્તવનને સુંદર રીતે ભણનારા ભક્તોને હર્ષ પમાડો, તેના રચયિતા નંદિષેણને (મને) અત્યંત આનંદ આપો ને તેના સાંભળનારા શ્રોતાગણને સુખ અને સમૃદ્ધિ આપો અને અંતિમ અભિલાષા એ છે કે આ સ્તવ મારા (નંદિષણના) સંયમમાં વૃદ્ધિ કરનારો થાઓ.”
આમ છેલ્લી ગાથામાં સ્તવ-કર્તાએ આ સ્તવને સુંદર રીતે ગાઈ શકાય તેવો, અત્યંત આનંદ આપે તેવો અને સુખ-સમૃદ્ધિમાં વધારો કરનારો જણાવ્યો છે, તથા પરમાર્થથી સંયમની વૃદ્ધિ કરનારો જણાવી તેનો છેલ્લો શબ્દ નંતિ લાવી અંત્ય મંગલ પણ કર્યું છે.
આ અભુત સ્તવની પૂર્ણાહુતિ કરી મહર્ષિ નંદિષેણ ધીર, ગંભીર ભાવે ગરવા ગિરિરાજની સોપાનમાળા ઊતરે છે અને તેના પાઠકોને અદ્ભુત ભાવ-સાગરમાં તરતા મૂકી દે છે.
(ગા. ૩૯-૪૦-૪૧) અંતમાં બોલાતી અન્યકર્તૃક ગાથાઓ સ્તવનો મહિમા દર્શાવનારી છે.
ચાળીસમી ગાથામાં જણાવ્યું છે કે જે કોઈ આ અજિતશાંતિ સ્તવ પ્રતિદિન સવાર અને સાંજ ભણે છે કે સાંભળે છે તેને રોગો થતા નથી અને પૂર્વે થયા હોય તે પણ નાશ પામે છે. આ સ્તવ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ-પ્રસંગે બોલાય છે. પણ દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ વખતે બોલાતું નથી, એટલે અહીં સવાર-સાંજ ભણવાનું સાંભળવાનું કહ્યું છે, તે એની મંત્રમયતાને કારણે સ્મરણરૂપે કહ્યું છે, તે સ્પષ્ટ છે. મંગલાચરણની ગાથામાં જિનેશ્વરોને જે વિશેષણો લગાડેલાં છે, તે બધાં ફળને પણ દર્શાવનારાં છે. એટલે જિનેશ્વર જેમ સર્વભયનો નાશ કરનારા છે, સર્વ રોગ અને પાપને શાંતિ કરનારા છે, તેમ આ સ્તવ પણ સર્વ ભય, સર્વ રોગ અને સર્વ પાપોનો નાશ કરનારો છે. વળી જિનેશ્વર જેમ જગગુરુ અથવા જયવંત ગુરુ છે અને અમોઘ શાંતિ કરનારા છે, તેમ આ સ્તવ પણ અભીષ્ટ જય અને શાંતિને કરનારો છે. ટૂંકમાં આ સ્તવ ઉપસર્ગ-હર, રોગ-હર, પાપ-હર, જય-કર અને શાંતિ-કર પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org