Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
"सव्वाए गाहाए, सत्तावन्ना हवंति मत्ताओ । अग्गद्धमि य तीसा, सत्तावीसा य पच्छद्धे ॥६॥ सव्वाए गाहाए, सोलस अंसा अवस्स कायव्वा । तेरस चउरो मत्ता, दो य दुमत्तेगमत्तो य ॥७॥ सत्त सरा कमलंता, नहगण छट्ठा विमेहया विसमे । तह बीयद्धे गाहा, छट्ठसो एगमत्तो य ॥८॥"
સર્વ પ્રકારની ગાતા-ગાથાઓની માત્રા સત્તાવન હોય છે (તે આ રીતે : ) અગ્રાર્ધ એટલે પૂર્વાર્ધમાં ત્રીસ અને પશ્ચાદ્ધ એટલે ઉત્તરાર્ધમાં સત્તાવીસ.
સર્વ ગાતા-ગાથાઓના સોળ અંશ (ભાગ) અવશ્ય કરવા. તેમાં તેરા અંશ ચતુર્માત્રાવાળા, બે અંશ બેમાત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળો કરવો.
સાત શરો (ચતુર્માત્રાવાળા અંશો કે ગણો) કમલાત એટલે દીર્ધાન્ત કરવા. છઠ્ઠો શર નભગણ એટલે જગણ ( | ડ | ) અથવા સર્વ લઘુઅક્ષરવાળો કરવો અને વિષમ એટલે પહેલો, ત્રીજો પાંચમો તથા સાતમો ગણ-જગણ રહિત કરવો. ગાહાના બીજા અદ્ધમાં અંશ લઘુ હોવો જોઈએ.
ગાહાનાં આ લક્ષણને ધ્યાનમાં લેતાં તેમાં પૂર્વાર્ધ અને ઉત્તરાદ્ધ એવા
* સર્વશ: Jથાય:, સીશલ્ ભવન્તિ માત્રા: |
अग्रार्धे च त्रिंशत् सप्तविंशतिश्च पश्चार्धे ॥६॥ सर्वस्याः गाथायाः, षोडशांशा अवश्यं कर्त्तव्याः । त्रयोदश चतुर्मात्राः, द्वौ च द्विमात्रावेकमात्रश्च ।।७।। सप्तशराः कमलान्ताः, नभोगण-षष्ठाः विमेधा विषमे । तथा द्वितीयार्धे गाथा-षष्ठांश एकमात्रश्च ।।८।। પિંગલ તથા વિરહાક પાંચ માત્રાવાળા ગણોને શરની સંજ્ઞા આપે છે. X આગળના સમયમાં આ નિયમ વૈકલ્પિક હતો તેમ જણાય છે, અન્ય છંદશાસ્ત્રીઓએ
પણ આ નિયમને અનિવાર્ય જણાવેલો નથી. ક સરખાવો પ્રાકૃતપિગલસૂત્રની નીચેની ગાથા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org